સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓ ૨૪૦ બેઠકો હોય તો આવું જ થાય #indiapakistanwar #operationsindoor #bjp #gujarat #congress #NuclearLeak

0
119

સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓ #indiapakistanwar #operationsindoor #bjp #gujarat #congress #NuclearLeak – કોંગ્રેસનાં શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે આજે એક પત્રકાર પરિષદ યોજીને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે ભાજપના કોર્પોરેટરો અને કેટલાક નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, “આજે સમગ્ર દેશમાં એક ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે. પહેલગામમાં થયેલા આ હુમલા બાદ દેશના તમામ રાજકીય પક્ષોએ સત્તાધારી પક્ષ અને રાષ્ટ્ર સાથે ઉભા રહેવું જોઈએ.

ભાજપનાં નેતાઓ સોશિયલ મીડિયામાં કરેલ કોમેન્ટ મુદ્દે

સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓ ભાજપની ત્રિરંગા યાત્રા મુદ્દે

દેશ પ્રથમ છે અને રાજકીય વાતો પછી થવી જોઈએ.” ભાજપના કેટલાક કોર્પોરેટરો અને નેતાઓ સોશિયલ મીડિયા પર એવી ટિપ્પણીઓ કરી રહ્યા છે કે ‘૨૪૦ બેઠકો હોય તો આવું જ થાય’. આ પ્રકારની ટિપ્પણીઓ આપણા સૈનિકોના મનોબળ પર ગંભીર અસર કરે છે.” ભાજપ દ્વારા આયોજિત ત્રિરંગા યાત્રાને લઈને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ ગંભીર આક્ષેપો કર્યા છે. કે ભાજપે ત્રિરંગા યાત્રામાં હોમગાર્ડના જવાનોને સાદા કપડામાં જોડાવા માટે મૌખિક આદેશ આપ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને સરકારી બસોને પણ આ યાત્રામાં જોડાવા માટે હુકમ કરવામાં આવ્યો છે. ભાજપ રાજનીતિ સિવાય કશું કરતી નથી.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે