ઉત્તરાખંડમાં આવેલ કેદારનાથ યાત્રાધામ કેદારનાથના કપાટ છ મહિના સુધી બંધ રહ્યા બાદ ૨૫-૪-૨૦૨૩ના મંગળવારના રોજ ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. જોકે કેદારનાથ અને તેની આસપાસનો સમગ્ર વિસ્તાર હિમ વર્ષા થવાથી બરફની ચાદરથી ઢંકાયેલો છે. માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસોથી અહીં સતત હિમવર્ષા થઈરહી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ સાથે વરસાદના કારણે કડકડતી ઠંડી પણ પડી રહી છે.આઈએમડી જણાવ્યા અનુસાર, કેદારનાથ અને આસપાસના વિસ્તારોમાં 29 એપ્રિલ સુધી હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. જેના કારણે ઉત્તરાખંડ સરકારે કેદારનાથ ધામનું રજીસ્ટ્રેશન આગામી 30મી એપ્રિલ સુધી બંધ કરી દીધું છે.જો કે આ બધાની વચ્ચે પણ હજારો ભક્તો બાબા કેદારનાથના દર્શન કરવા પહોંચ્યા હતા.જુઓ વીઆર લાઈવ પર આપ યુ -ટ્યુબ પર પણ વીઆર લાઈવને નિહાળી શકો છો