શ્રીમતી સુનીતા અગ્રવાલે આજે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. ગુજરાત રાજભવનમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શપથ લેવડાવ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, કાયદો અને ન્યાયતંત્રના મંત્રી ઋષિકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં શપથવિધિ સમારોહ યોજાયો હતો.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે શ્રીમતી સુનીતા અગ્રવાલજીને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા.રાજભવનમાં આયોજિત શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્યના કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને મુખ્ય સચિવ રાજકુમાર ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંચસ્થ મહાનુભાવોએ પુષ્પો અર્પણ કરીને મુખ્ય ન્યાયાધીશ શ્રીમતી સુનીતા અગ્રવાલજીને અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા હતા. શપથવિધિનું સંચાલન રાજ્યપાલના અગ્ર સચિવ રાજેશ માંજુએ કર્યું હતું. રાજભવનના પ્રાંગણમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં પ્રોટોકોલ રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા, ગુજરાતના લોકાયુક્ત જસ્ટિસ આર. એચ. શુક્લ, રાજ્યના વિજિલન્સ કમિશનર મતી સંગીતા સિંઘ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ, વરિષ્ઠ અધિકારીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

આપને જણાવી દઈએ કે આ પહેલા ગુજરાત હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રથમ મહિલાએ શપથ લીધા જે મહિલા સશક્તિકરણને ખરા અર્થમાં સાર્થક કરે છે તેમનું નામજસ્ટિસ સોનિયાબેન ગોકાણી હતું જે ગુજરાત હાઇકોર્ટના સૌથી વરિષ્ઠ જજ પણ રહી ચુક્યા છે. તેમના બાદ શ્રીમતી સુનીતા અગ્રવાલજીએ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા ત્યારે ફરી એક વાર મહિલા સશક્તિકરણને ખરા અર્થમાં સાર્થક થયું છે .

ભારતમાં મહિલા સશક્તિકરણને ખરા અર્થમાં સાર્થક કરતા અનેક ઉદાહરણો છે જેમાં દેશની સેનામાં મહિલાઓને અપાતું પ્રતિનિધિત્વ સહિત દરેક ક્ષેત્રમાં દેશની દીકરીઓ આજે હરણફાળ ગતિથી આગળ વધી રહી છે. ચંદ્રયાન -3 માં પણ એક મહિલાને ચંદ્ર પર લેન્ડીગની જવાબદારી મળી છે તેમજ તાજેતરમાં ફ્રાંસના રસ્તાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીત સેનાની પરેડને સલામી આપી હતી તેમાં પણ તમામ મહિલા સુરક્ષાકર્મીઓ હતી. દેશમાં મહિલા સશક્તિકારણ અને દરેક સ્થાનો પર જયારે મહત્વ અઆપ્વામાં આવી રહ્યું છે ત્યારે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિતની તમામ મહિલાઓ પર દેશના નાગરિકો ગર્વ અનુભવે છે