સ્મૃતિ ઈરાનીએ મમતા બેનર્જી પર કર્યા પ્રહાર

0
64

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ હાવડામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે .સ્મૃતિએ મમતા બેનર્જી પર શોભા યાત્રા દરમિયાન પથ્થરમારો કરનારાઓને ક્લીન ચિટ આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, “સવાલ એ છે કે મમતા ક્યાં સુધી હિંદુ સમુદાય પર હુમલા કરતા રહેશે.”સ્મૃતિ ઈરાનીએ વધુમાં કહ્યું કે  આ પહેલી ઘટના નથી જે મમતાના કાર્યકાળ  દરમિયાન થઈ હોય.  આ આ પહેલા પણ 2022માં જ્યારે દલિતો લક્ષ્મી પૂજા કરી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. ત્યારે પણ તે મૌન હતા.