Smoke Attack : સંસદ હુમલા બાદ પરિવારના હાલ બેહાલ, ખાવા માટે નથી અનાજ, નથી આપી રહ્યું કોઈ મજૂરી કામ

0
434
parliament smoke attack family
parliament smoke attack family

Smoke Attack Case : 13 ડિસેમ્બરે સંસદની સુરક્ષાનો ભંગ કરવાના કેસમાં છઠ્ઠા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી રાજસ્થાનના નાગૌરનો રહેવાસી મહેશ કુમાવત છે. દિલ્હી પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ મહેશ સંસદમાં ઘૂસણખોરી કરવા માટે છેલ્લા બે વર્ષથી અન્ય આરોપીઓના સતત સંપર્કમાં હતો. સંસદમાં ઘૂસણખોરી કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે આરોપીઓના મોબાઈલ ફોનને પણ સળગાવીને નાખ્યા હતા.

Smoke Attack ના પ્લાનમાં સામેલ એક આરોપી લલિત ઝા હતો, જેના માતાપિતા કહે છે કે તે નોકરી શોધી રહ્યો હતો. આરોપીઓમાં સામેલ તમામ વિદ્યાર્થીઓ હોવાનું કહેવાય છે.

Smoke Attacker
Smoke Attacker

આરોપી મહેશ કુમાવતના પરિવારજનનું છલકાયું દુઃખ

આ મામલામાં હવે તેમના પરિવારજનોનું કહેવું છે કે સંસદની સુરક્ષામાં ભંગની આટલી મોટી ઘટનામાં તેમનું નામ આવવું આશ્ચર્યજનક છે.

કુચામણના રહેવાસી મહેશ કુમાવત અને કૈલાશ કુમાવતના પરિવારના સભ્યો અને તેમણે જાણતા લોકોનું કહેવું છે કે મહેશ અને કૈલાશ સાદા કામ કરતા મજૂરો છે અને તેઓ પોતાના કામકાજમાં ધ્યાન રાખતા હતા. આ મોટી ઘટનામાં તેમનું નામ સામે આવતા આશ્ચર્ય થાય છે.

પરિવારજનોની સાથે નિષ્ણાતોએ પણ સરકાર અને તપાસ એજન્સીઓ પાસે માંગણી કરી છે કે, આ કેસમાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જેનો કોઈ દોષ નથી તેમને ન્યાય મળવો જોઈએ અને તેમને મુક્ત કરવામાં આવે.

Smoke Attack Case ષડયંત્રકારોના પરિવારજનોએ શું કહ્યું ?

સંસદ પર Smoke Attack કરનારા પૈકી એક મનોરંજનના પિતા દેવરાજે પોતાના પુત્રની આ ઘટના  વિશે કહ્યું કે, તેમનો પુત્ર આવુ કરી શકે નહીં. જો તેણે સમાજમાં અન્યાય કર્યો હોય અને કઇક ખોટું કર્યું હોય તો તેને ફાંસીની સજા થવી જોઈએ.

તો Smoke Attack Case માં પકડાયેલી મહિલા નિલમના ભાઈએ જણાવ્યું કે, તે હિસારમાં હતી, તે ક્યારે દિલ્હી ગઈ તેની મને ખબર નથી. તેણે જણાવ્યું કે નિલમ BA, MA, B.Ed, M.Ed, CTET, M.Phil અને NET પાસ છે.

Smoke Attacker Neelam
Smoke Attacker Neelam

Smoke Attack Case માં એક લલિત ઝા છે, જે પહેલા કથિત રીતે ફરાર હતો પરંતુ બાદમાં તેણે આત્મસમર્પણ કર્યું હતું. લલિતા ઝાએ કથિત રીતે પૂછપરછ દરમિયાન પોતાને માસ્ટરમાઇન્ડ જાહેર કર્યો હતો પરંતુ તેના માતા-પિતાનું કહેવું છે કે તે અભ્યાસમાં ખૂબ તેજસ્વી હતો. તેમને ઘણા પુરસ્કારો પણ મળ્યા છે.

અમોલના પિતાને ગામમાં નથી આપી રહ્યું કોઈ કામ

અમોલએ Smoke Attack ના આરોપીઓમાંનો એક છે, અમોલના પિતા ધનરાજ શિંદે એ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, છેલ્લા ૪ દિવસથી ઘરે છીએ. ગામમાં કોઈ ખેડૂત અમને મજૂરી કામ આપવા તૈયાર નથી. ઘરમાં ચા પત્તી ખરીદવાના પણ પૈસા નથી. ખાવાના પૈસા નથી – કોઈ ઉધાર આપવા પણ તૈયાર નથી.

અમોલના પિતા ધનરાજ શિંદે
અમોલના પિતા ધનરાજ શિંદે

પુત્રની યાદમાં ધનરાજ પુત્ર અમોલની ટી-શર્ટ પહેરે છે, જેના પર ભગત સિંહ, રાજગુરૂ અને સુખદેવનો ફોટો છે. પુત્રને યાદ કરતા પિતા કહે છે કે, મારા પુત્રને વાંચવાનો બહુ શોખ હતો અને તે ભગત સિંહને અનુસરતો હતો. તેની આર્મી – પોલીસમાં જોડાવાની ઈચ્છા હતી.

ललित झा के पिता
ललित झा के पिता

આરોપીઓના મોબાઈલ ફોન તોડી નાખ્યા

Smoke Attack Case નો મુખ્ય સૂત્રધાર લલિત ઝા નાગૌરના કુચમન શહેરમાં રહેતો હતો. તમને જણાવી દઈએ કે કુચમનના ત્રિસિંઘિયા પાસે આવેલી હોટેલ એ જ હોટલ છે જેના વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે મહેશે અહીં લલિત ઝાને હોસ્ટ કર્યો હતો અને આ હોટલના પરિસરની આસપાસ આરોપીઓના મોબાઈલ ફોન તોડી નાખ્યા હતા.

રસપ્રદ સ્ટોરી જોવા માટે ક્લિક કરો અને યુટ્યુબ પર સોર્ટસ જોવા અહી ક્લિક કરો