Smart Meters : હાલ તો ગુજરાતમાં ઉનાળાની ગરમીની સાથે સાથે સ્માર્ટ મીટરના મુદ્દે પણ પારો ચઢ્યો છે. રાજ્યમાં ઠેર ઠેર સ્માર્ટ પ્રીપેડ મીટરોનો વિરોધ કરવાંમાં આવી રહ્યો છે. લોકોની ફરિયાદ છે કે આ નવા મીટરોમાં બિલ વધુ આવે છે. પરંતુ હવે તો વડોદરાથી સ્માર્ટ મીટર લગાવ્યા પછી જે ઘટના બની છે તેને તો સૌકોઈને ચોંકાવી નાખ્યા છે.
Smart Meters : વડોદરામાં સ્માર્ટ મીટર લગાવાયા છે. જેનો વિરોધ ચાલી રહ્યો છે તેવામાં ગોરવા વિસ્તારમાં રહેતા એક ભાડૂઆતના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા બાદ 9.24 લાખ રૂપિયાનું લાઈટ બિલ આવ્યું હોવાનો એમજીવીસીએલ તરફથી મેસેજ આવ્યો હતો. અધધ….વીજ બિલ જોઇને ભાડૂઆત ચોંકી ગયો હતો.
વાત જાણે એમ છે કે શહેરના ગોરવા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા મૃત્યુંજય ધરના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યા પછી 9.24 લાખનું બિલ બાકી હોવાનો મેસેજ આવ્યો હતો. અગાઉ મહિને 1300 થી 1400 રૂપિયાનું બિલ ભરતા ગ્રાહકને 9,24,254/- લાખ રૂપિયાનું બિલ બાકી હોવાનો મેસેજ આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.
આ અંગે મૃત્યુંજય ધર દ્વારા MGVCL ખાતે ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે MGVCLએ લાઈટ બિલમાં ભૂલ સુધારી છે. આ સાથે જ ગ્રાહકને માઇનસનું બિલ મેસેજ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. તેમજ આ એક માનવીય ભૂલ હોવાનો સ્વીકાર કરાયો હતો.
Smart Meters : ગતરોજ કોંગ્રેસે ઉઠાવ્યા હતા સવાલો
Smart Meters : રાજ્યમાં સ્માર્ટ મીટરને લઈને રાજનિતી પણ શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસ સરકારને આ મામલે ઘેરી રહી છે. સ્માર્ટ મીટર અને સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ અંગે અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સરકાર પર વાર કરતા કહ્યું હતું કે, “ગુજરાતમાં ચૂંટણી પૂરી થઈ અને પ્રજા મોંઘવારી ઓછી થવાની રાહ જોઈ રહી હતી પરંતુ સરકારે રાહત આપવાને બદલે સ્માર્ટ મીટર લગાવવની શરૂઆત કરી દીધી.
સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે તમારા દિમાગમાં કેટલાય પ્રશ્નો ચાલી રહ્યા હશે, અમે એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છીએ કે તમને આ મીટરને લઈને તમારા સવાલોના જવાબ મળી રહેશે.
સવાલ : ગુજરાત શિવાય બીજા કયા રાજ્યોમાં લગાવામાં આવ્યા છે સ્માર્ટ મીટર
જવાબ : રાજ્યમાં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મે મહિનાથી શરૂ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારના આદેશ મુજબ દોઢ વર્ષમાં ખેતી સિવાયના વિભાગમાં 17 લાખ નવાં સ્માર્ટ મીટર લગાવામાં આવનાર છે. સ્માર્ટ મીટર કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ ગુજરાત જ નહીં બિહાર, ઉત્તર પ્રદેશ, આસામ, હરિયાણા, ઝારખંડ અને મધ્ય પ્રદેશમાં પણ લગાવાઈ રહ્યા છે.
સવાલ : શું છે સ્માર્ટ મીટર ?
જવાબ : રેગ્યુલર મીટરમાં વીજકંપનીઓ દ્વારા દર બે મહિને મીટર રીડિંગ કરી બિલ આપવામાં આવે છે, જ્યારે સ્માર્ટ મીટરમાં એક ઍપ્લિકેશન છે કે જેમાં ગ્રાહક કેટલી વીજળીનો વપરાશ કરે છે, એની દર કલાકે માહિતી મેળવીને પોતાનું વીજબિલ મૉનિટર કરી શકે. આ સ્માર્ટ મીટરમાં એ પણ ફેસેલિટી છે કે મોબાઇલ ફોનની જેમ ગ્રાહક પોતાનું વીજળીનું બિલ પ્રિપેડ ભરી શકે અને વીજળીનો જેમ જેમ વપરાશ થાય એમ ઍપ્લિકેશનથી પૈસા ભરી શકે છે. ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરીના જણાવ્યા અનુસાર “આ સ્માર્ટ મીટર જૂનાં મીટર જેવાં જ છે. એનો ફાયદો એ છે કે આ એક કૉમ્યુનિકેશન ઍપ્લિકેશન છે, જેનાથી રોજનો વીજ વપરાશ જોઈ શકાય છે.
સવાલ : સ્માર્ટ પ્રિ-પેઇડ મીટર લગાડવા માટે મારે કોઈ રકમ ભરવી પડશે?
જવાબ : સ્માર્ટ પ્રિ-પેઇડ મીટર લગાડવા માટે કોઈ રકમ ભરવાની જરૂર નથી, પણ મીટર લગાડ્યા પછી વીજવપરાશ માટે રિચાર્જ કરવું જરૂરી છે.
સવાલ : સ્માર્ટ પ્રિ-પેઇડ મીટરના ઉપયોગના શું શું ફાયદાઓ છે?
જવાબ : પીજીવીસીલની મોબાઇલ એપ્લિકેશનના ઉપયોગથી આપના વીજ વપરાશને જાણી શકશો, દૈનિક, સાપ્તાહિક, માસિક વપરાશ જાણી શકાય છે.
સવાલ : જુદા જુદા માળ અથવા ભાડૂતો માટે સ્માર્ટ સબ-મીટર લગાડવાની જરૂર છે?
જવાબ : આપના જોડાણના સ્થળે સ્માર્ટ મીટર લગાડવું ફરજિયાત છે. આપના વિકલ્પે અલગથી જુદા જુદા માળ/ભાડૂતો માટે સ્માર્ટ સબ-મીટર સ્વખર્ચે લગાવી શકો છો.
સવાલ : સ્માર્ટ મીટર લગાડવાની પ્રક્રિયા શું છે?
જવાબ : વીજકંપની વર્તમાન મીટરને સ્માર્ટ મીટરમાં બદલવાની કાર્યવાહી કરશે.
સવાલ : મારે સોલાર રૂફટોપ સિસ્ટમ છે. શું હું સ્માર્ટ મીટર મેળવી શકું?
જવાબ : હા, સોલાર રૂફટોપ સાથે સ્માર્ટ મીટર લગાવી શકાય છે. જોકે તે માટેની અલગ અલગ રાજ્યો માટે અલગ અલગ નીતિ હોઇ શકે છે.
સવાલ : સ્માર્ટ પ્રિ-પેઇડ મીટર લગાવ્યા પછી મારા વીજબિલમાં વધારો થઈ શકે છે?
જવાબ : આપના હાલના વીજમીટરના બિલની સરખામણીએ કોઈ વધારો નહીં થાય. આશા રાખીએ તમને આ સમાચાર વાંચ્યા બાદ રાજ્યમાં હાલ ચાલી રહેલા કેટલાય પ્રશ્નોના જવાબો મળી જશે,
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો