SIR Gujarat :મતદાર યાદી સુધારણા પૂર્ણ: ગુજરાતમાં SIR ઝુંબેશ હેઠળ 14.70 લાખ દાવા-વાંધા નોંધાયા

0
111
SIR Gujarat
SIR Gujarat

SIR Gujarat : ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં હાથ ધરાયેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision – SIR) અંતર્ગત વાંધા-દાવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યભરમાં આ ઝુંબેશ 27 ઓક્ટોબર 2025થી શરૂ કરવામાં આવી હતી.

ગણતરીના તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. મુસદ્દા યાદી સામે નાગરિકોને દાવો અને વાંધા રજૂ કરવાની તક આપવામાં આવી હતી. શરૂઆતમાં આ પ્રક્રિયાની અંતિમ તારીખ 18 જાન્યુઆરી 2026 રાખવામાં આવી હતી, જે બાદમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા વધારીને 30 જાન્યુઆરી 2026 કરવામાં આવી હતી.

SIR Gujarat :રાજ્યભરમાં 14.70 લાખથી વધુ ફોર્મ મળ્યા

સમયસીમા પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે જાહેર કરેલા આંકડાઓ અનુસાર રાજ્યભરમાં કુલ 14,70,125 ફોર્મ્સ પ્રાપ્ત થયા છે. તેમાં

  • ફોર્મ નં. 6 (નવું નામ ઉમેરવા માટે) – 7,25,920
  • ફોર્મ નં. 7 (નામ રદ કરવા માટે) – 1,83,235
  • ફોર્મ નં. 8 (મતદાર વિગતોમાં સુધારા માટે) – 5,60,970

SIR Gujarat : 1.83 લાખ નામ રદ કરવાની અરજીઓ

SIR Gujarat

ફોર્મ નં. 7 હેઠળ 1.83 લાખથી વધુ અરજીઓ મળવી એ નોંધપાત્ર બાબત છે, જેમાં મૃત્યુ પામેલા મતદારો, સ્થળાંતરિત નાગરિકો અથવા અયોગ્ય એન્ટ્રીઓ દૂર કરવાની માંગ કરવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા તમામ અરજીઓની ચકાસણી કરીને અંતિમ મતદાર યાદી તૈયાર કરવામાં આવશે.

ક્રમજિલ્લાનું નામફોર્મ નં. 6 (નવું નામ)ફોર્મ નં. 7 (નામ રદ)ફોર્મ નં. 8 (સુધારો)કુલ મળેલા ફોર્મ
1અમદાવાદ                   1,10,21934,00871,857           2,16,084
2સુરત66,13111,67253,350            1,31,153
3આણંદ21,45140,60716,73278,790
4રાજકોટ35,0502,24234,85772,149
5ભાવનગર31,0731,57930,46463,116
6વડોદારા33,1602,06723,59558,822
7કચ્છ29,0353,09722,08954,221
8ખેડા20,83814,54918,29253,679
9ગાંધીનગર22,4849,02819,33750,849
10બનાસકાંઠા25,7092,78418,57347,066
11મહેસાણા22,2571,98218,90743,146
12પંચમહાલ23,0021,68018,08042,762
13દાહોદ23,01910,1829,49442,695
14જૂનાગઢ20,7632,81516,53940,117
15પાટણ13,53513,12111,54338,199
16જામનગર20,0191,38116,51837,918
17સુરેન્દ્રનગર18,3431,47216,30436,119
18ભરૂચ15,6256,45710,56332,645
19સાબરકાંઠા16,5721,41414,48832,474
20અમરેલી16,09073312,91029,733
21ગીર સોમનાથ13,7321,18914,47129,392
22મોરબી13,6351,16914,25829,062
23વલસાડ15,0463,59910,26928,914
24નવસારી10,8007,6199,04127,460
25મહીસાગર11,25293310,27222,457
26અરવલ્લી11,7036838,67321,059
27છોટા ઉદેપુર14,5179924,78420,293
28બોટાદ10,2877687,90718,962
29પોરબંદર8,7065137,76016,979
30દેવભૂમિ દ્વારકા7,9508545,55914,363
31તાપી5,0974862,5138,096
32નર્મદા4,4732482,6767,397
33ડાંગ2,804551,1424,001
કુલ (Total)7,25,9201,83,2355,60,97014,70,125

SIR Gujarat : પારદર્શક અને શુદ્ધ મતદાર યાદી તરફ પગલું

ચૂંટણી પંચના અધિકારીઓ મુજબ SIR ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ મતદાર યાદીને વધુ પારદર્શક, ચોક્કસ અને વિશ્વસનીય બનાવવાનો છે, જેથી આગામી ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ ન રહે. જિલ્લાવાર ફોર્મની વિગત મુજબ હવે ચકાસણી અને નિર્ણયની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : ક્ષત્રિય સમાજના આગેવાનોની મહેનત રંગ લાવી, પદ્માવત ફિલ્મ વિરોધ સમયે થયેલા કેસો પરત ખેંચાયા