Shrishant vs Gambhir : કોણ સીક્સર કોન ફિક્સર..? ઝડપી બોલર શ્રિસંત ફરી ચર્ચામાં

3
479
Shrishant - Gambhir
Shrishant - Gambhir

Shrishant vs Gambhir : વર્ષ 2011, ભારત vs પાકિસ્તાન વચ્ચેની ટી-૨૦ WORLD CUP 2011ની ફાઇનલ મેચ, અંતિમ ઓવર અને જોગિંદર શર્માની બૉલિંગ અને શ્રિશંતનો એ શાનદાર કેચ, કોણ ભૂલી શકે એ ક્ષણ, બીજી એક મેચ એજ શ્રિસંત અને IPL ની મેચ ફિક્સિંગનો આરોપ અને શ્રિસંતનું કેરિયર તબાહ,  ભારતનાએ ભુતપુર્વ ઝડપી બોલર શ્રિસંત ફરી ચર્ચામાં છે, વિદેશી ટીમના ખેલાડી સાથે  હમેંશા ઉગ્ર સ્વભાવ સાથે બૉલિંગ કરતા શ્રીસંતનો આ વખતે ભારતીય ટીમના પુર્વ ઑપનિંગ બેટર ગૌતમ ગંભીર સાથે ઝઘડો થયો છે (Shrishant – Gambhir) એ પણ મેદાનની વચ્ચે,  શુ છે સમગ્ર વિવાદ આવો જોઇયે…..

હાલ ક્રિકેટ જગતમાંથી વિદાય લઈ ચૂકેલા અને ક્રિકેટને અલમોસ્ટ બાય-બાય કહી ચૂકેલા પુર્વ ખેલાડીઓની ક્રિકેટ લિજેંડ લીગ ચાલી રહી છે, જેમા ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીર અને ભૂતપૂર્વ ઝડપી બોલર શ્રીસંત વચ્ચે શાબ્દિક ટક્કર થઈ હતી,  ગંભીરે શ્રીસંતની ઓવરના પહેલા બે બોલ પર એક સિક્સર અને એક ફોર ફટકારી હતી, જે બાદ બન્ને ઉગ્ર સ્વભાવના ક્રિકેટરો એકબીજાની સામે આવી ગયા હતા, બન્ને વચ્ચે સિક્સર અને ફિક્સર (Shrishant – Gambhir) મામલે લડાઈ શરૂ થઈ હતી.

જોકે મેદાન વચ્ચેની લડાઈ માત્ર મેદાન પુરતી જ સીમિત રહી નહોતી પરંતુ મેચ બાદ શ્રીસંતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરીને ગંભીરને આ લડાઈ માટે જવાબદાર ઠેરવ્યો હતો,(Shrishant – Gambhir)

શ્રીસંતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોમાં કહ્યું :  હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મિસ્ટર ફાઈટર સાથે શું થયું. તે વ્યક્તિ બધા સાથે લડે છે અને તે પણ કોઈ કારણ વગર. તે પોતાના સિનિયર્સનું પણ સન્માન નથી કરતો, વીરુભાઈ (સેહવાગ)ને પણ નહીં. આજે પણ એવું જ થયું. હું કશું બોલ્યો નથી, તેણે ઘણું બધું બોલવાનું શરૂ કર્યું. તેણે આવી વાતો ન કરવી જોઈતી હતી,

https://www.instagram.com/p/C0hQBq8MgA4/

અહીં મારી ભૂલ નહોતી. હું માત્ર વસ્તુઓ સાફ કરવા માંગતો હતો. ગૌતમે શું કર્યું છે તે વહેલા કે પછી બહાર  આવશે. ક્રિકેટના મેદાન પર તેણે જે શબ્દો કહ્યા તે હું સહન કરી શકતો નથી. મારા પરિવાર, મારા રાજ્યએ ઘણું જોયું છે. હું તમારા સમર્થનથી આ યુદ્ધ લડ્યો છું. હવે લોકો કોઈ કારણ વગર મને અપમાનિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેણે એવી વાતો કહી જે તેણે ન કહેવું જોઈએ. તેણે જે કહ્યું તે હું ચોક્કસપણે કહીશ.

સમગ્ર ઘટના મામલે ગૌતમ ગંભીર તરફથી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી, તમને જણાવી દઇયે કે ગૌતમ ગંભીર પણ અનેક વખત મેદાનમાં પોતાની વાકકટ્ટૂતા માટે જાણીતો છે, ગંભીર અગાઉ વિરાટ કોહલી, ઇરફાન પઠાન, બ્રેટ લી સહિત અનેક ખેલાડીઓ સાથે વિવાદમાં આવી ચૂક્યો છે ..

#Sreesanth #GautamGambhir

3 COMMENTS

Comments are closed.