શ્રીકાંત શિંદેએ સંસદમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા

0
156
શ્રીકાંત શિંદેએ સંસદમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા
શ્રીકાંત શિંદેએ સંસદમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા

શ્રીકાંત શિંદેએ સંસદમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા

મહિલા સાંસદના સવાલ પર હનુમાન ચાલીસાના પાઠ કર્યા

શ્રીકાંત એકનાથ શિંદેએ I.N.D.I.A ગઠબંધન પર વળતો પ્રહાર કર્યો

શ્રીકાંત શિંદે એ સંસદમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. સંસદનું ચોમાસુ સત્ર ચાલુ છે. વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર શાસક પક્ષના સાંસદો અને વિપક્ષ વચ્ચે પણ વિવાદ જોવા મળી રહ્યો છે. દરમિયાન, લોકસભામાં શિવસેનાના સાંસદ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર પોતાનો મત રજૂ કર્યો હતો. આ દરમિયાન તેમણે ગૃહમાં હનુમાન ચાલીસાનો પાઠ પણ કર્યો હતો.

જ્યારે શ્રીકાંત શિંદે સંસદમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા લાગ્યા

હકીકતમાં, અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન શ્રીકાંત એકનાથ શિંદેએ વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસાના પાઠને લઈને થયેલા વિવાદનો પણ ઉલ્લેખ કર્યો હતો. લોકસભામાં પોતાનો અભિપ્રાય  આપતા તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વાંચવા પર પ્રતિબંધ હતો.

જો કે, શ્રીકાંતે પોતાનું ભાષણ પૂરું કરે તે પહેલા ગૃહમાં હાજર એક સભ્યએ તેમને અટકાવ્યા અને પૂછ્યું કે શું તમને હનુમાન ચાલીસા આવડે છે. આ સવાલના જવાબમાં  તેમણે ગૃહમા જ હનુમાન ચાલીસાના પાઠ કરવાનું શરૂ કર્યું.

I.N.D.I.A ગઠબંધન પર પ્રહાર  

આ સાથે શિવસેના સાંસદે એવો પણ દાવો કર્યો હતો કે 2024માં ફરી એકવાર પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર બનશે. તેઓએ I.N.D.I.A ગઠબંધન પર પણ વળતો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે વિપક્ષોએ ગઠબંધનનું નામ યુપીએથી બદલીને I.N.D.I.A કરી દીધું છે કારણ કે જનતા તેમના કૌભાંડોથી વાકેફ છે.

વાંચો ડીસામાં બ્રાન્ડેડ કંપનીના નકલી તેલના ડબા બનાવતા ત્રણ શખ્સો ઝડપાયા