અમેરિકાના લુઇસવિલે શહેરમાં ફાયરિંગ

0
306

અમેરિકમાં ફાયરિંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.ત્યારે વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે.લુઇસવિલે બેંકના કર્મચારીએ રાઇફલથી કાર્યસ્થળ પર ગોળીબાર કર્યો. ઇન્સ્ટાગ્રામ પર હુમલાનું લાઇવ સ્ટ્રીમિંગ પણ કર્યું હતું.ફાયરિંગમાં પાંચ લોકો માર્યા ગયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. લુઇસવિલે મેટ્રો પોલીસ વિભાગના વડા જેક્વેલિન ગ્વિન-વિલારોએલે જણાવ્યું હતું કે ઓલ્ડ નેશનલ બેંકની અંદર આ ગોળીબાર કરવામાં આવ્યું હતું.હુમલા ખોરની ઓળખ 25 વર્ષીય કોનર સ્ટર્જન તરીકે થઈ છે.ફાયરિંગ કરનાર શૂટરને પણ ઠાર કરવામાં આવ્યો હતો