Shocker in Ahmedabad: અમદાવાદમાં સ્કૂલ બાદ હવે ટ્યુશન ક્લાસમાં લોહીની હોળી બેસવાની જગ્યા બાબતે વિવાદમાં વિદ્યાર્થીએ મિત્રના પેટમાં છરી હુલાવી દીધી

0
153
Shocker in Ahmedabad
Shocker in Ahmedabad

Shocker in Ahmedabad: શહેરમાં સગીરોમાં વધતી જતી આક્રમકતા અને ગુનાખોરીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો બાપુનગર વિસ્તારમાં સામે આવ્યો છે. ખોખરા અને ઘાટલોડિયા બાદ હવે હીરાવાડીમાં નજીવી બાબતમાં એક સગીરે તેના જ સહાધ્યાયી પર છરી વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે.

Shocker in Ahmedabad

Shocker in Ahmedabad: ઘટનાની વિગત: એક રૂમમાંથી બીજા રૂમમાં બેસવાનું કહેતા વિવાદ

બાપુનગરની ભગવતી વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતો 17 વર્ષીય સગીર પ્રતીક્ષા માર્કેટ પાસે આવેલા ટ્યુશન ક્લાસમાં જાય છે. 15 માર્ચના રોજ ટ્યુશનમાં જગ્યા ન હોવાથી તેણે તેના મિત્રને બીજા રૂમમાં બેસવા માટે કહ્યું હતું. આ સામાન્ય વાતમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી.

Shocker in Ahmedabad: ભોમિયા ડેરી પાસે છરી વડે હુમલો

ટ્યુશનમાં થયેલા ઝઘડાનો ખાર રાખીને, જ્યારે ઇજાગ્રસ્ત સગીર હીરાવાડી પાસે ભોમિયા ડેરી નજીક ઉભો હતો, ત્યારે આરોપી વિદ્યાર્થી ત્યાં પહોંચ્યો હતો. તેણે ઉશ્કેરાઈને પોતાની પાસે રહેલો છરો કાઢી સીધો જ મિત્રના પેટના ડાબા ભાગે મારી દીધો હતો. હુમલો કર્યા બાદ આરોપી સગીર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

ઇજાગ્રસ્ત સગીર સિવિલમાં સારવાર હેઠળ

હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત સગીરને તેનો અન્ય એક મિત્ર રિક્ષામાં બેસાડી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. હાલ સગીરની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

બાપુનગર પોલીસની કાર્યવાહી

આ મામલે બાપુનગર પોલીસે ગુનો નોંધી હુમલો કરનાર સગીરની શોધખોળ હાથ ધરી છે. શહેરમાં સતત વધી રહેલા આવા બનાવોને પગલે વાલીઓ અને શિક્ષણ જગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ઓડિશામાં કાળમુખી આગ: કટકની સરકારી હોસ્પિટલમાં મોડી રાત્રે લાગી ભીષણ આગ, ICUમાં સારવાર લઈ રહેલા 10 દર્દીઓ જીવતા ભૂંજાયા