Shilpa Shetty and Raj Kundra: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ અભિનેતા-બિઝનેસમેન રાજ કુન્દ્રા સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ ગુરુવારે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની 98 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. ED દ્વારા 6600 કરોડ રૂપિયાના બિટકોઈન પોન્ઝી કૌભાંડના મામલામાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
ED એ મની લોન્ડરિંગ કેસમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ કેસ બિટકોઈનના ઉપયોગ દ્વારા રોકાણકારોના ભંડોળની છેતરપિંડી સાથે સંબંધિત છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે જણાવ્યું હતું કે તેણે મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા (Shilpa Shetty and Raj Kundra) ની પુણેમાં એક બંગલો અને ઇક્વિટી શેર સહિત રૂ. 98 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.
ED એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે PMLA, 2002ની જોગવાઈઓ હેઠળ, રિપુ સુદાન કુન્દ્રા ઉર્ફે રાજ કુન્દ્રાની 97.79 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો અસ્થાયી રૂપે જપ્ત કરવામાં આવી છે.
ED એ X પર માહિતી પોસ્ટ કરી
પોસ્ટમાં માહિતી આપવામાં આવી છે કે જપ્ત કરવામાં આવેલી સંપત્તિમાં શિલ્પા શેટ્ટીના નામે જુહુ સ્થિત બંગલો પણ સામેલ છે. તેમજ પુણેમાં એક બંગલો પણ સામેલ છે. આ સિવાય EDએ રાજ કુન્દ્રાના નામના કેટલાક ઈક્વિટી શેર પણ જપ્ત કર્યા છે.
Shilpa Shetty ના પતિ કુન્દ્રા પણ આ કેસમાં ફસાયા
રાજ કુન્દ્રાની 19 જુલાઈ, 2021ના રોજ અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં અન્ય 11 લોકોની સાથે ધરપકડ કરવામાં આવી હતી. 20 સપ્ટેમ્બરે, કુન્દ્રાને મુંબઈની અદાલતે એડલ્ટ ફિલ્મ કેસમાં રૂ. 50,000ના બોન્ડ પર જામીન આપ્યા હતા. ‘હોટશોટ્સ’ નામની મોબાઈલ એપનો ઉપયોગ કરીને કથિત રીતે અશ્લીલ ફિલ્મોનું નિર્માણ અને વિતરણ કરવા બદલ કુન્દ્રા સામે આરોપો દાખલ કરવામાં આવ્યા હતા. કુન્દ્રાએ તેમના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો