શિખર ધવને ભારત-પાકિસ્તાન મેચ અંગે કહી આ વાત

0
186
શિખર ધવને ભારત-પાકિસ્તાન મેચ અંગે કહી આ વાત
શિખર ધવને ભારત-પાકિસ્તાન મેચ અંગે કહી આ વાત

ભારતના દિગ્ગજ ક્રિકેટર શિખર ધવનના નિવેદનથી ફેન્સમાં ઉત્સાહ

પાકિસ્તાનને હરાવવાનું છે’: શિખર ધવન

ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે વર્લ્ડ કપ 2023માં મેચ રમાવાની છે

જ્યારે પણ ભારત વિરુદ્ધ પાકિસ્તાન ક્રિકેટ મેચની વાત આવે છે ત્યારે ઉત્તેજના ચરમસીમા પર હોય છે. આવનારા થોડા દિવસોમાં ભારત અને પાકિસ્તાન એશિયા કપ અને ODI વર્લ્ડ કપમાં ઘણી વખત સામસામે જોવા મળી શકે છે. ચાહકો પણ આ બે કટ્ટર હરીફોને એક્શનમાં જોવા માટે ઉત્સુક છે. અનુભવી ભારતીય બેટ્સમેન શિખર ધવને હાલમાં તેના નિવેદનને કારણે ચર્ચામાં છે.સામે આવેલા એક વીડિયોમાં શિખર ધવને જણાવ્યું હતું કે ભારતની   હંમેશા પાકિસ્તાન સામે ‘હાર ન માનવાની’ ભાવના રહી છે, પછી ભલે તવર્લ્ડ કપ જીતો કે નહીં. તમે વર્લ્ડ કપ જીતો કે ન જીતો, તમારે પાકિસ્તાનને હરાવવું જ પડશે…’

વીડિયોમાં ધવન કહે છે- હંમેશા એ વાત રહી છે કે તમે વર્લ્ડ કપ જીતો કે ન જીતો, તમારે પાકિસ્તાનને હરાવવું છે, પરંતુ વર્લ્ડ કપ જીતવો એ પણ મહત્વપૂર્ણ છે અને ભગવાનની કૃપાથી, આશા છે કે અમે જીતીશું. સ્વાભાવિક છે કે પાકિસ્તાન સામે રમતી વખતે ઘણો ઉત્સાહ હોય છે, પરંતુ દબાણ પણ ઘણું હોય છે. જ્યારે પણ હું પાકિસ્તાન સાથે રમ્યો છું, અમે મોટાભાગે જીત્યા છીએ. મેદાન પર અમરા ઘણું દબાણ હોય છે.શીખર ધવનનો આ વીડિયો શેર કરવમાં આવ્યા બાદ ખુબ જ વાયરલ થયો હતો.જોકે પાછળથી આ વીડિયો સોશિયલ મીડિયામાંથી દુર કરી દેવામાં આવ્યો છે. જો કે આ વર્ષે એશિયા કપ કે વર્લ્ડ કપમાં ધવન ભારતીય ટીમનો ભાગ બને તેવી શક્યતાઓ બહુ ઓછી છે. શુભમન ગિલ, ઈશાન કિશન અને યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીઓએ તાજેતરના મહિનાઓમાં ભારતીય ટીમમાં ઓપનિંગ કરવા માટે મજબૂત દાવેદાર છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ