#SheikhHasina : બાંગ્લાદેશની ICT દ્વારા પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા; ઢાકામાં ઉગ્ર પ્રદર્શન, રાજકીય તણાવ ચરમસીમાએ #शेख हसीना , #Bangladesh , #Yunus ,

0
142
#SheikhHasina 
#SheikhHasina 

#SheikhHasina  :  બાંગ્લાદેશની રાજનીતિમાં શનિવારે મોટો ભૂકંપ આવ્યો છે , આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ (ICT)એ ‘માનવતા વિરુદ્ધના અપરાધો’ના કેસમાં દેશની પૂર્વ વડાંપ્રધાન અને અવામી લીગની સુપ્રીમો શેખ હસીનાને ફાંસીની સજા સંભળાવી છે. ચુકાદા બાદ દેશભરમાં, ખાસ કરીને ઢાકામાં, ભારે તણાવ સર્જાયો છે. પહેલાથી જ રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહેલા બાંગ્લાદેશમાં આ નિર્ણયે પરિસ્થિતિને વધુ અસ્થીર બનાવી છે.

#SheikhHasina 

#SheikhHasina  :   હસીનાનો આક્ષેપ – “આ ચુકાદો રાજકીય, પક્ષપાતી અને ગેરલોકતંત્રિય”

ચુકાદા બાદ શેખ હસીનાએ તેને ગેરન્યાયી અને રાજકીય પ્રેરીત ગણાવ્યો. તેમણે જણાવ્યું કે, “ટ્રિબ્યુનલ વચગાળાની એવી સરકારે નિયંત્રિત કર્યું છે, જેને લોકશાહીનો જનાદેશ જ મળ્યો નથી. મારા પર આપેલી સજા બતાવે છે કે કટ્ટરપંથી તત્વો બાંગ્લાદેશના છેલ્લા ચૂંટાયેલા વડાંપ્રધાનને ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે.

#SheikhHasina 

હસીનાએ વધુમાં ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે વચગાળાની સરકાર અને તેના વડા ડૉ. મોહમ્મદ યુનુસ અવામી લીગને સંપૂર્ણપણે નષ્ટ કરવાનો ષડયંત્ર રમી રહ્યા છે. આઈસીટીનો ચુકાદો ન્યાય આપવા માટે નહોતો, પણ સમાજને ભ્રમિત કરીને સરકારની નિષ્ક્રિયતા છુપાવવા માટે હતો,” તેમ હસીનાએ કહ્યું.

#SheikhHasina  :   કોર્ટનો તીખો આક્ષેપ – વિદ્યાર્થીઓના હત્યાકાંડમાં હસીના જવાબદાર

ICTના ચુકાદામાં જુલાઈ–ઓગસ્ટ 2024ના વિદ્યાર્થી આંદોલનને કેન્દ્રમાં રાખવામાં આવ્યું. કોર્ટે હસીનાને ગંભીર આરોપોમાં દોષિત જાહેર કરતાં કહ્યું કે –

  • શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર બોમ્બ ફેંકવાનો આદેશ આપ્યો હતો , તેઓ હજારો લોકોની હત્યાઓની માસ્ટરમાઈન્ડ હતી . આંદોલનમાં 1,400 વિદ્યાર્થીઓનું મૃત્યુ થયું ,24,000થી વધુ ઈજાગ્રસ્ત થયા . આ ગંભીર આક્ષેપોના આધારે ટ્રિબ્યુનલએ તેમને ફાંસીની સજા ફટકારી છે.

#SheikhHasina  :   ઢાકામાં હિંસા, શૂટ-એટ-સાઈટના ઓર્ડર

#SheikhHasina 

ચુકાદા બાદ ઢાકામાં સ્થિતિ ઝડપથી બેકાબૂ થઈ ગઈ. અવામી લીગના હજારો કાર્યકર્તાઓ રસ્તા પર ઊતરી ગયા છે, હસીનાના વિરોધીઓએ પણ અલગ અલગ વિસ્તારોમાં હંગામો મચાવ્યો હતો જેથી પોલીસ અને અર્ધલશ્કરી દળોએ શૂટ-એટ-સાઈટના આદેશ જાહેર કર્યા છે , રાજધાની ઢાકામાં ઈન્ટરનેટ સ્પીડ ધીમી કરવામાં આવી છે ,અવામી લીગ ઉપર સત્તાવાર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે  , બીજીબાજુ હસીનાના સમર્થકોએ બે દિવસના બંધનું એલાન કર્યું છે, જેના કારણે પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની છે.

#SheikhHasina  :   બાંગ્લાદેશ રાજકીય અનિશ્ચિતતા તરફ?

#SheikhHasina 

બાંગ્લાદેશની રાજકીય સ્થિરતાનો આધાર રહેલી શેખ હસીનાને ફાંસીની સજા મળતા દેશ ભવિષ્યની અનિશ્ચિતતા તરફ આગળ વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ મામલે પ્રતિસાદ આવવાની શક્યતા છે, અને વિશ્લેષકો માને છે કે આવનારા દિવસો બાંગ્લાદેશ માટે અતિ નિર્ણાયક સાબિત થશે.

વધુ સમાચાર વાંચવા માટે અહી નીચે ક્લિક કરો

Mobile Addiction :બાળકોમાં મોબાઇલ વળગણ ઉંચે ચડી રહ્યું છે.શહેર-ગામની શાળાઓમાં મેદાનોની અછત, સરેરાશ સ્ક્રીન ટાઈમ 3 કલાકથી વધુ