શરદ પવારના નિવેદનથી વિપક્ષની એકતા પર ઉઠ્યાં સવાલ

0
74

કર્ણાટકની જેમ મહારાષ્ટ્રના રાજકારણમાં પણ હલચલ મચી ગઈ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના વડા શરદ પવારે ફરી એકવાર વિપક્ષી એકતા પર સવાલ ઉઠાવ્યા છે. જ્યાં વિપક્ષના નેતાઓ કહી રહ્યા છે કે તેઓ તેમની સાથે છે. ત્યાં પવાર સતત એવા નિવેદનો આપી રહ્યા છે જેના કારણે વિપક્ષની એકતા પર સવાલો ઉભા થઈ રહ્યાં છે.શરદ પવારે નિવેદન આપ્યું હતું કે  સંજય રાઉતે મુખ્યમંત્રી બદલવા વિશે જે પણ કહ્યું છે તે તેમના પોતાના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હશે. મને આ વિશે કોઈ ખ્યાલ નથી.મંગળવારે રસ્તાઓ પર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જેમાં અજિત પવારને ભાવિ સીએમ તરીકે દર્શાવવામાં આવ્યા હતા.