શરદ પવારને મળી જાનથી મારી નાખવાની ધમકી

0
79
શરદ પવારને મારી નાખવાની ધમકી
શરદ પવારને મારી નાખવાની ધમકી

શરદ પવારને મારી નાખવાની ધમકી મળી

વોટ્સએપ પર મળી ધમકી

સુપ્રિયા સુલેએ પોલીસ કમિશ્નરને કરી ફરિયર

એનસીપી પ્રમુખ શરદ પવારને વોટ્સએપ ઉપર જાનથી મારી નાખવાની ધમકી મળી છે,જેના કારણે તેમના પુત્રી અને સાસંદ સુપ્રિયા સુલેએ મુંબઇ પોલિસ કમિશ્નરને ફરિયાદ આપી હતી, તેઓએ કહ્યુ હતું કે તેઓ ન્યાય માંગવા આવ્યા છે, અને ધમકી કોણે અને કયા ઉદ્દેશ્યથી કોના કેહવાથી આપી છે તેની તપાસ થવી જોઇએ,, તમને એ જણાવી દઇએ કે ઉદ્ધવ જુથના શિવેસેના નેતા સંજય રાઉતને પણ આવી જ રીતે ધમકીઓ અપાઇ છે,

શરદ પવારને મારી નાખવાની ધમકી
શરદ પવારને ધમકી

પાવરણી પુત્રી સુપ્રિયા સુલેનું કહેવું છે,કે તેમને વોટ્સએપ પર NCPના વડા શરદ પવાર ને મારી નાખવાની ધમકી મળી હતી જેમાં એચએમનો હસ્તક્ષેપ માંગે છે.તેઓએ આ સાથે કહયું છે, કે શરદ પવારની સુરક્ષાની જવાબદારી ગૃહ મંત્રાલયની છે.અને તેઓએ અમિત શાહના હસ્તક્ષેપની માંગ કરી છે.આ સાથે એનસીપીના કાર્યકરોનું એક પ્રતિનિધિમંડળ મુંબઈ પોલીસ વડા વિવેક ફણસાલકરને મળીને કાર્યવાહીની માંગણી કરી હતી.સુપ્રિયા સુલેએ કહ્યું કે,”શરદ પવાર ને એક વેબસાઈટ દ્વારા ધમકી આપવામાં આવી છે અને તેઓ ન્યાય માંગવા પોલીસ પાસે આવ્યા છે.” આ બાબતે મુંબઈ પોલીસ પ્રથમ માહિતી અહેવાલ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.NCP નેતાઓએ પોલીસને જણાવ્યું હતું કે 82 વર્ષીય પવાર ને ફેસબુક પર એક સંદેશ મળ્યો જેમાં લખ્યું હતું કે “તેઓ ટૂંક સમયમાં દાભોલકરની જેમ મૃત્યુ પામશે”, પીટીઆઈએ અહેવાલ આપ્યો છે.

નરેન્દ્ર દાભોલકરને 20 ઓગસ્ટ, 2013ના રોજ પૂણેમાં સવારના પ્રવાસ દરમિયાન બાઇક પર સવાર બે હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.તેઓ અંધશ્રદ્ધા અને માન્યતાઓ સામે લડતા હતા.

જાણો ભારતની અર્થવ્યવસ્થા વિષે રસપ્રદ માહિતી :