ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર

0
78
ભારત વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા
ભારત વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા

ભારત એક ઝડપી અને અભૂતપૂર્વ પરિવર્તનમાંથી પસાર થઇ રહ્યું છે. આંતરાષ્ટ્રીય નાણાકીય ભંડોળએ ભારતની અર્થવ્યવસ્થાને વિશ્વ અર્થતંત્ર માટે “ઉજ્જવળ સ્થળ” તરીકે ઓળખાવ્યું છે.મજબુત નાણાકીય ગતિવિધિઓ છતાં ભારતનો જીડીપી ૭.૨ ટકાના સ્તરે છે.અને ખુબ ઝડપથી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવવા માર્ગ પર છે. અત્યારે ભારતની અર્થવ્યવસ્થા હાલ વિશ્વમાં પાંચ નંબરએ છે.જેમાં હમણાં જ યુનાઈટેડ કિંગડમને પાછડ છોડીને પાંચમાં નંબરએ આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યુરોપિયન દેશ સર્બિયાની મુલાકાત દરમિયાન આ વાત ભારતીય સમુદાયને સંબોધન કરતા જણાવી. ભારત ખુબ ઝડપથી વિકસિત થયી રહ્યું છે અને ૨૦૨૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનશે તે મક્કમ નિર્ધાર છે. ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે.અને તેવો આત્મવિશ્વાસ પણ છે. અહી ઉલ્લેખનીય છેકે ભારતમાં હાલ ઇન્ફ્રા . અને ડેવલોપમેન્ટ સહિત વિદેશી રોકાણકારો ને ભારતમાં વિશ્વાસ વધે તે માટે સતત કામ કરી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે RBI પાસેના સોનાના સ્ટોકમાં પણ 40 ટકા જેટલો વધારો થયો છે. જે ૭૯૫ ટન સોનું છે જેમાંથી૪૩૭ .32 ટન વિદેશમાં સેઈફ સ્ટડીમાં મુકવામાં આવ્યું છે.

ભારત વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા
ભારત અર્થવ્યવસ્થા

ભારતમાં હાલ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે .ભારત સરકારની સ્ટાર્ટઅપ પોલીસી નો લાભ આપીને અનેક નવા વેપાર અને સંશોધનો દ્વારા આજે ભારતમાં યુવાનો આગળ વધી રહ્યા છે.

જાણો શરદ પાવર માટે સુપ્રિયા સુલે કેમ ચિંતિત?