શરદ પવારે પ્રફુલ્લ પટેલને પાર્ટીમાંથી હાંકી કાઢી-બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ એનસીપી ની મોટી કાર્યવાહી

0
157
એનસીપી બળવાખોર
એનસીપી બળવાખોર

અજીત પવાર ભલે દાવો કરતા હોય કે એનસીપી તેમની છે,, પણ શરદ પવાર એ એક ઝાટકે બળવાખોર નેતાઓ અને ધારાસભ્યો વિરુદ્ધ મોટી  કાર્યવાહી કરી છે, કાર્યકારી પ્રમુખ પ્રફુલ પટેલને પક્ષમાંથી હાકી કાંઢવામાં આવ્યો છે, જ્યારે ધારાસભ્યોને ધારાસભ્ય પદેથી હટાવવા માટે વિધાનસભા સ્પિકરને પત્ર લખીને માંગ કરી છે, મહારાષ્ટ્રનાં રાજકારણમાં ચાલી રહેલા મહાયુદ્ધ વચ્ચે શબ્દયુદ્ધ, કાર્યવાહી, નવા ગઠબંધન સહિતની કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે એનસીપી નેતા શરદ પવારના સૌથી વધુ વિશ્વાસુ કહેવાતા પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરે સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શરદ પવારે આ બંને બળવાખોર નેતાઓને પાર્ટીની ગાઈડલાઈન્સનો ભંગ કરવા બદલ તેમજ ખોટો રસ્તો અપનાવવા બલ પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે કહ્યું કે, આ બંનેને મહાસચિવ પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી. સામે બળવાખોરોએ પણ પોતાની રીતે સંગઠનોમાં નિમણુંકો શરુ કરી હતી,

કાકાએ હવે ભત્રિજાના નજીકના લોકોને સંગઠનમાંથી હટાવ્યા

દરમિયાન મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલ રાજકીય ડ્રામા હજુ અટક્યો નથી. રવિવારે મોટી ઉથલપાથલ બાદ એન સીપી ના બંને જૂથ (શરદ અને અજીત) વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. એક તરફ શરદ પવારની એસીપી એ બળવાખોર નેતાઓ સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે, તો બીજી તરફ એનસીપી પાર્ટી પર દાવો કરનારા અજિત પવાર જૂથે શરદ પવારના નજીકના લોકોને પદ પરથી હટાવી દીધા છે.

પ્રફુલ પટેલે જયંત પાટીલને હટાવી સુનિલ તટકરેને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા

સોમવારે સાંજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અજિત પવાર જૂથના નેતા પ્રફુલ પટેલે પાર્ટી પર દાવો કરી જયંત પાટીલને મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવી દીધા અને કહ્યું કે, કોઈને પણ ગેરલાયક ઠેરવવાનો અધિકાર સ્પીકર પાસે છે. પ્રફુલ્લ પટેલે જાહેર કરતા જણાવ્યું કે, જયંત પાટિલને પદ પરથી હટાવીને સુનિલ તટકરેને મહારાષ્ટ્રની જવાબદારી સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે આ નિર્ણય એનસીપી ના કાર્યકારી અધ્યક્ષ તરીકે લીધો છે. જયંત પાટીલને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે મહારાષ્ટ્રમાં અન્ય નિમણૂકોની જવાબદારી પણ તટકરેને સોંપવામાં આવી છે. તેઓ હવે સુનિલ તટકરેને મહિલા, યુવા વગેરે વિભાગોના વડાઓની જગ્યાઓ પર નિયુક્ત કરશે.

બળવાખોર અજિત પવાર સહિત 9 નેતાઓને એસીપી એ કર્યા સસ્પેન્ડ

ઉલ્લેખનિય છે કે, એનસીપી એ બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી કરીને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આ ધારાસભ્યોને કાઢી મૂકતા એસીપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલે કહ્યું કે, પક્ષના પ્રતીકોનો ઉપયોગ કરવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન મહારાષ્ટ્રના એનસીપીના અધ્યક્ષ જયંત પાટિલે મોટો દાવો કરતાં કહ્યું કે શરદ પવાર જૂથને 44 ધારાસભ્યોએ સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. આ અહેવાલ અજિત પવાર માટે મોટા આંચકા સમાન સાબિત થઇ શકે છે. તેમણે કહ્યું કે જે લોકો છોડીને ગયા હતા તે પાછા આવી ગયા છે.  

અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેતા વિવાદ સર્જાયો

ખરેખર તો રવિવારે (2 જુલાઈ) મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. રાજકીય નેતા અજિત પવારે એસીપી સામે બળવો કર્યો અને મહારાષ્ટ્રમાં ભાજપ-શિંદે ગઠબંધન સરકાર સાથે હાથ મિલાવ્યા છે. તેમણે ગત રોજ નાયબ મુખ્યમંત્રી પદના શપથ પણ લઈ લીધા હતા. તેમની સાથે અન્ય આઠ ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.