shankar chodhari : મને હેરાન ન કરશો નહિ તો મને ……. શંકર ચોધરી કેમ થયા ગુસ્સે.#shankarchodhari,#tharad,#genibenthakor

0
98
shankar chodhari
shankar chodhari

shankar chodhari :  વાવ-થરાદ જિલ્લાના મલુપુર ગામમાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જાહેરમંચ પરથી વિરોધીઓને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે, કંઇક સારું થાય તો કરો, નહીં તો ચૂપ રહો અને મારા વિસ્તારના લોકોને હેરાન કરશો તો હું ચુપ નહીં બેસું.

shankar chodhari

shankar chodhari : ગેનીબેન ઠાકોર પર પ્રહાર

શંકર ચોધરીએ જાહેર મંચ પરથી કહ્યું કે અત્યારે મર્યાદાના કારણે હું નથી બોલતો બાકી તમને જેટલું આવડે છે એના કરતાં અનેકગણુ મને પણ આવડે છે.  આ કાર્યક્રમમાં શંકર ચૌધરીએ વાવ-થરાદમાં આવેલા પુરની વાત કરતાં નામ લીધા વગર સાંસદ ગેનીબેન ઠાકોર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, પુર વખતે અમારો નાનામાં નાનો કાર્યકર્તા સેવામાં લાગેલો હતો. જે પાણી ભરાયેલા લોકોની મદદમાં કરતો હતો ને પેલા લોકો ખામીઓ ગોતતા હતા. ક્યાં ખામી રહી ગઇ છે એ જોઇને ટોણા મારતા હતા.

shankar chodhari

shankar chodhari :  કોણ બાવળીયા લાવ્યું એ તમારા પૂર્વજોને પૂછો

shankar chodhari

shankar chodhari: આ ઉપરાંત શંકર ચૌધરીએ ભૂતકાળમાં કોંગ્રેસે આ વિસ્તારમાં બાવળિયા લાવ્યાની વાત કરી હતી. શંકર ચૌધરીએ ખેડૂતોની પ્રામાણિકતા પર સંપૂર્ણ ભરોસો વ્યક્ત કરતાં કહ્યું કે, સહાયના પૈસા પહોંચે છે એમાં કોકને પાછી તકલીફો પડે છે. આ દાડમના પૈસા નથી ગણાવવાના, બાવળિયાના પૈસા ગણાઈ જશે. અલ્યા આ ધરતી પર બાવળિયા નહોતાં. બાવળિયા કોણે વાવ્યા, બાવળિયા કોણ લાવ્યું, એ તો કોક પૂર્વજોને પૂછો તો ધ્યાન પર આવશે , આવો સાંભળીયે શું કહ્યું શંકર ચોધરીએ

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :

From Fulzar to Surat : “307ની કલમ નહીં હટે તો પાટીદારોની સુરત થી ફુલઝર જવાની તૈયારી”