Shaitaan Trailer : આમ તો તમે સાઉથની ફિલ્મોનું રીમેક હિન્દીમાં બનેલું ઘણું જોયું હશે, સાઉથની ઘણી ફિલ્મોની રીમેકે બોલીવુડમાં ધૂમ પણ મચાવી છે, ત્યારે હવે ગુજરાતી મુવીની રીમેક બોલીવુડમાં બની છે, અને એ ફિલ્મમાં સુપરસ્ટાર અજય દેવગણ અને આર. માધવન એમાં લીડ રોલ કરી રહ્યા છે. એ કઈ ગુજરાતી મુવી છે જે ગુજરાતમાં ધૂમ મચાવ્યા બાદ હવે બોલીવુડમાં પણ ધૂમ મચાવવા આગામી 8 માર્ચે સિનેમાઘરોમાં રીલીઝ થવા જઈ રહી છે.

ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સારી અને સુંદર અર્બન ફિલ્મ બની રહી છે. જે સિનેમાઘરોમાં પણ ખૂબ જ ધૂમ મચાવી રહી છે. ‘હેલ્લારો’, ‘ધ લાસ્ટ શો’ જેવી ફિલ્મ દેશભરમાં ગુજરાતી ફિલ્મનો ડંકો વગાડ્યો હતો. ત્યારે થોડા મહીંના પહેલા જ રિલીઝ થયેલી ફિલ્મ હવે હિન્દીમાં પણ રિલીઝ થવા જઈ રહી છે. જેમાં લીડ રોલ સુપરસ્ટાર સિંઘમ અજય દેવગણ કરી રહ્યા છે.
Shaitaan Trailer : ગુજરાતી ફિલ્મ ‘વશ’નું રીમેક છે ‘શેતાન’

”વશ’ ફિલ્મ મુવી ગુજરાતના લોકોને ખૂબ જ પસંદ પડી હતી. અને અંદાજિત 12 જેટલા સપ્તાહ ગુજરાતના વિવિધ સિનેમા ઘરોમાં ચાલી હતી. આ ફિલ્મમાં એક અલગ જ વિષય પર હોવાથી લોકોને પસંદ પડી હતી. ત્યારે હવે આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્માં હિતેન કુમારનો પાત્ર આર માધવન અને જ્યારે હિતુ કનોડિયાનું પાત્ર અજય દેવગન ભજવશે.”
Shaitaan Trailer : શું છે ફિલ્મની સ્ટોરી ?

Shaitaan Trailer: ફિલ્મની કહાની એક હસતા રમતા પરિવારની છે. પરિવારના વડા અજય દેવગણ એક પાયલોટ છે જે પોતાના પરિવાર સાથે ખુશીથી રહે છે. તેના પરિવારમાં તેની વાઇફ અને દીકરી અને દીકરો છે. જ્યારે પરિવાર વિકેન્ડમાં પોતાના ફાર્મહાઉસ પર જતો હોય છે ત્યારે રસ્તા તે ચા નાસ્તા માટે ઉભા રહે છે. ત્યારે તેની પાસે ચાના છુટ્ટા પૈસા આપવા માટે નથી હોતા. ત્યારે ચાના પૈસા આર. માધવન આપે છે અને અહીંયાથી જ શરૂ થાય છે ‘ફિલ્મ શેતાનની કહાની.
ચાના છુટ્ટા પૈસા આપ્યા બાદ આર. મ્ધાવન અજય દેવગણના પરિવાર સાથે બેસે છે અને તેની નજર તેની દીકરી પર પડે છે. ત્યારબાદ અજય પોતાના પરિવાર સાથે ફાર્મહાઉસ પર જતો રહે છે. આર. માધવન પણ તેમને ફોલો કરીને ગાડી બગડી અને ફોન નથી લાગી રહ્યો હોવાનું બહાનું લઇને તેમના ફાર્મહાઉસમાં એન્ટ્રી લે છે. જે જગ્યાએ ફાર્મહાઉસ આવેલું છે નેટવર્કનો પ્રોબ્લમ છે. ફાર્મહાઉસમાં એન્ટ્રી લીધા બાદ આર માધવન ત્યાંથી જવાનું નામ નથી લેતા અને તે તેની દીકરીને વશમાં કરી લે છે. તેની દીકરી પણ માધવન જે કહે છે તેને જ ફોલો કરે છે. અને આખી ફિલ્મની કહાની અહી થી આગળ વધે છે,,, ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું છે, એક વાર ટ્રેલર પણ જોઈ લો….
Shaitaan Trailer : ફિલ્મ શૈતાન આવતા મહિને 8મી માર્ચે રિલીઝ થઈ રહી છે.
ફિલ્મમાં આર માધવનનો વિકરાળ દેખાવ અદ્ભુત છે. માધવન પહેલીવાર આવા પાત્રમાં જોવા મળી રહ્યો છે અને આ વખતે પણ તેણે પોતાની અભિનય કુશળતા સાબિત કરી છે. વિકાસ બહલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ‘શૈતાન’ આવતા મહિને 8 માર્ચે સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે. ફિલ્મના ટ્રેલરે ધૂમ મચાવી દીધી છે, એવી અપેક્ષા છે કે તેને જોવા માટે થિયેટરોમાં ભીડ વધશે.
लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे