જાતીય સતામણી ના કેસમાં આઇપીએસ અધિકારી દોષિત જાહેર, ત્રણ વર્ષની કેદ

0
100

મહિલા પોલીસ અધિકારીની જાતીય સતામણી કરવાના દોષિત તમિલનાડુના પૂર્વ પોલીસ મહાનિર્દેશક રાજેશ દાસને શુક્રવારે દોષિત જાહેર કરતાં કોર્ટે 3 વર્ષની કેદની સજા ફટકારી હતી. વિલ્લુપુરમની એક કોર્ટે સસ્પેન્ડેડ આઇપીએસ અધિકારીને મહિલાની જાતીય સતામણી ના દોષિત ઠેરવ્યા હતા અને તેમને ત્રણ વર્ષની કઠોર કારાવાસની સજા ફટકારી હતી. 

તમિલનાડુ સરકારે રાજેશ દાસને સસ્પેન્ડ કર્યા હતા

મહિલા આઇપીએસ અધિકારીએ ફેબ્રુઆરી 2021માં તેમના વરિષ્ઠ અધિકારી સામે ફરિયાદ દાખલ કરી હતી જેમાં આરોપ મૂક્યો હતો કે વરિષ્ઠ અધિકારીએ એ સમયે તેમનું જાતીય સતામણી કર્યું હતું જ્યારે તે તત્કાલીન મુખ્યમંત્રી કે.પલાનીસામીની સુરક્ષા માટે ડ્યુટી કરવા જતી વખતે મુસાફરી કરી રહ્યા હતા. એઆઇએડીએમકે સરકારે રાજેશ દાસને સસ્પેન્ડ કર્યા હતા અને તપાસ માટે 6 સભ્યોની સમિતિની રચના પણ કરી હતી. 

સમિતિએ કુલ 68 લોકોના નિવેદન લીધા હતા

સમિતિના એક સભ્યએ જણાવ્યું કે અમે પોલીસકર્મીઓ સહિત કુલ 68 લોકોના નિવેદન નોંધ્યા હતા. હવે અધિકારી પાસે અપીલ કરવા તથા તત્કાલ જામીન અરજી આપવાનો વિકલ્પ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 2021માં જાતિય સતામણીના મામલો ચૂંટણીનો મુદ્દો બની ગયો હતો અને વિપક્ષના તત્કાલીન નેતા એમ.કે.સ્ટાલિને સત્તામાં આવતા યોગ્ય કાનૂની પ્રક્રિયા અને સજા અપાવવા આશ્વાસન આપ્યું હતું. 

જાતિય સતામણી શુ છે

1997 પહેલાં કામની જગ્યાએ જાતીય સતામણી માટે કોઈ વિશેષ કાયદો નહોતો. એક કેસમાં નિર્ણય આપતા સમયે સુપ્રીમ કોર્ટે 1997માં તેના માટે પહેલી વખત નિર્દેશ જાહેર કર્યો હતો. જે 2013માં કાયદો બન્યો હતો. કાયદા પ્રમાણે જાતીય સતામણીની ફરિયાદ કરતી વખતે સંસ્થાની જવાબદારી છે કે તે એક ફરિયાદ કમિટીની રચના કરે.

જાતીય સતામણી અને જાતીય શોષણથી સ્ત્રીના મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે. આ એક વ્યાપક સમસ્યા છે. કેટલાક અભ્યાસો મુજબ 40 ટકાથી 60 ટકા સ્ત્રીઓ કામના સ્થળે જાતીય સતામણી કે જાતીય શોષણનો ભોગ બને છે, પરંતુ આ એક એવો ગુનો છે કે જે ચૂપકીદીથી ચાદર હેઠળ ઢંકાયેલો રહે છે. જાતીય હિંસા એ સ્ત્રીને વ્યક્તિ નહીં, પરંતુ ચીજ કે વસ્તુ અને કુટુંબ કે સમુદાયની મિલકત માનવાની માનસિકતાનું પરિણામ છે. જાતીય હિંસાને ગુના તરીકે જોવાને બદલે તેને સ્ત્રીની ઈજ્જત સાથે જોડી દેવાની માનસિકતાને પરિણામે આ ગુનાનો ભોગ બનનાર સ્ત્રી માટે ન્યાય માંગવો ખૂબ મુશ્કેલ બની જાય છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.