Sambit Patra: બાબા રે બાબા... આ શું કહ્યું સંદીપ પાત્રાએ; ભગવાન જગન્નાથ પણ વડાપ્રધાન મોદીના ભક્ત
Sambit Patra: બાબા રે બાબા... આ શું કહ્યું સંદીપ પાત્રાએ; ભગવાન જગન્નાથ પણ વડાપ્રધાન મોદીના ભક્ત

Sambit Patra: ઓડિશાની પુરી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર સંબિત પાત્રા ભગવાન જગન્નાથ પર નિવેદન આપીને વિવાદમાં ફસાયા છે. એક મીડિયા ચેનલ સાથે વાત કરતા સંબિત પાત્રાએ કહ્યું કે ભગવાન જગન્નાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભક્ત છે. સંબિત પાત્રાનું આ નિવેદન 20 મેના રોજ આવ્યું હતું, જ્યારે પીએમ મોદી પોતે તેમના સમર્થનમાં રોડ શો કરવા પુરી પહોંચ્યા હતા.

Sambit Patra: ભગવાન જગન્નાથ પણ PM મોદીના ભક્ત

ભાજપ નેતા (Sambit Patra) અને પુરી લોકસભા બેઠક પરથી ઉમેદવાર સંબિત પાત્રાએ ભગવાન જગન્નાથને લઈને કરેલી એક ટિપ્પણીથી વિવાદ ઉભો થઈ ગયો છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સંબિત પાત્રાએ કહેતા સાંભળી શકાય છે કે, ભગવાન જગન્નાથ પીએમ મોદીના ભક્ત છે.

ભૂલનું ભાન થતા 3 દિવસ ઉપવાસ કરીને પ્રાયશ્ચિત કરીશ: Sambit Patra

આ નિવેદન પર તમામ વિપક્ષી નેતાઓ ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. ત્યારે હવે સંબિત પાત્રા (Sambit Patra) પોતાના નિવેદનને લઈને માફી માગી છે અને તેઓ પ્રાયશ્ચિત કરવા માટે ઉપવાસ કરશે. સંબિત પાત્રાએ કહ્યું કે, માત્ર જીભ લપસવાના કારણે આવું થયું છે. તેઓ વડાપ્રધાન મોદીને સ્વામી જગન્નાથના ભક્ત બતાવવા માગતા હતા. પાત્રાએ માફી માગતા કહ્યું કે, તેઓ પ્રાયશ્ચિત કરવા માટે ઉપવાસ કરશે.

Sambit Patra: બાબા રે બાબા... આ શું કહ્યું સંદીપ પાત્રાએ; ભગવાન જગન્નાથ પણ વડાપ્રધાન મોદીના ભક્ત
Sambit Patra: બાબા રે બાબા… આ શું કહ્યું સંદીપ પાત્રાએ; ભગવાન જગન્નાથ પણ વડાપ્રધાન મોદીના ભક્ત

વિવાદ વધતા હવે પ્રાયશ્ચિત કરશે ભાજપ નેતા

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સહિત ઘણા મોટા નેતાઓએ સંબિત પાત્રાના નિવેદનની ટીકા કરી હતી. આ પછી તેણે માફી માંગવી પડી હતી. સંબિત પાત્રાએ વધુમાં કહ્યું કે, પુરીમાં વડાપ્રધાન મોદીના રોડ સો પછી બાઈટ આપી રહ્યો હતો. મેં કહ્યું કે, વડાપ્રધાન મોદી સ્વામી જગન્નાથના અનન્ય ભક્ત છે. જ્યારે તેઓ અન્ય ચેનલને પણ આ વાત જણાવી રહ્યા હતા ત્યારે તેમની જીભ લપસી ગઈ. ત્યાં ઘણી ગરમી અને ભીડ પણ હતી. મારીથી ઉંધુ નીકળી ગયું કે સ્વામી જગન્નાથ મોદી ભક્ત છે.

વધુમાં સંદીપ પત્ર એ કહ્યું કે, આ ક્યારેય સત્ય હોઈ શકે નહીં. ભગવાના ક્યારેય કોઈ વ્યક્તિના ભક્ત ન હોઈ શકે. મને જાણ છે કે કેટલાક લોકોને આ વાતથી દુખ પહોંચ્યું છે. હું ભગવાન જગન્નાથથી પોતાની ભૂલ માટે માફી માગું છું. મારી જીભ લપસી ગઈ હતી અને તે માટે હવે ઉપવાસ રાખવાનો નિર્ણય કર્યો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો