નરોડા કૉલેજમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર યોજાયો સેમિનાર

0
83
નરોડા કૉલેજમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર યોજાયો સેમિનાર
નરોડા કૉલેજમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર યોજાયો સેમિનાર

પૂર્વ અમદાવાદની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શ્રીમતી એપી પટેલ આર્ટ્સ એન્ડ એનપી પટેલ કૉમર્સ કૉલેજની આઈક્યુએસી દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ઉપર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર જ્યારે આ વર્ષથી કોલેજમાં નવી શિક્ષણનીતિ દાખલ કરી રહી છે ત્યારે આ સેમિનાર ખુબ જ પ્રાસંગિક બની રહ્યો હતો. આ સેમિનારમાં ગુજરાતની 15 થી વધુ યુનિવર્સિટીના 200 થી વધારે  અધ્યાપકો અને આચાર્યો સહભાગી થયા હતા. સેમિનારનું ઉદ્ઘાટન સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રૉફે. નિરંજન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે વક્તવ્યમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વિવિધ પાસાઓની છણાવટ કરીને તેની દૂરગામી અસરોની જાણકારી આપી હતી.

નરોડા કૉલેજમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ  પર યોજાયો સેમિનાર

અહી ઉલ્લેખનીય છેકે જુન 2023ના નવા સત્રથી દેશભરમાં નવી શિક્ષણ નીતિ લાગુ થઇ છે અને શિક્ષણમાં ઘણા બદલાવ આવી રહ્યા છે. આ નવી નીતિ અનુસાર સ્કીલબેઝ શિક્ષણ પર ભાર મુકવામાં આવશે. અને બાળશિક્ષામાં ભાર વિનાના ભણતર પર વધુ ધ્યાન આપવામાં આવશે.દેશના તમામ છાત્રો પર ૨૦૨૭ સુધીમાં વાંચન,લેખન અને ગડતર પર ક્ષમતા પૂરી કરવાનો લક્ષ્યાંક છે તે અંતર્ગત જુન 2023 નવા સત્રથી ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે તે અંગે ભાર મુકવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષણમાં પ્રી સ્કૂલ કે બાળ મંદિર હવે પ્રાથમિક શિક્ષણના સરકારી દાયરામાં લેવામાં આવશે. ધો.1 માં 6 વર્ષ પૂર્ણ થયા પછીજ પ્રવેશ આપવાની કડક અમલવારી અને ધો. 5 સુધી ગુજરાતીમાતૃભાષામાં શિક્ષણ આપવામાં આવશે. અને અન્ય ભાષા અંગ્રેજી માધ્યમ ની ભાષા ગૌણ ભાષા તરીકે અભ્યાસ ક્રમમાં રહેશે . દેશભરમાં લાગુ કરાયેલી નવી નીતિ પ્રમાણે તમામ શાળાઓ અને કોલેજોમાં અભ્યાસક્રમ સહિતની નીતિ બદલવામાં આવી છે . સાથેજ અભ્યાસની સાથે સ્કીલ ડેવલોપમેન્ટ અંગે ખાસ ધ્યાન આપવામાં આવશે. સાથેજ દેશભરમાં યુવાનો માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલીસી અંતર્ગત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તે પણ યુવાનોની સ્કીલ , સંશોધન ક્ષમતા પર બહાર મુકવામાં આવી રહ્યો છે. સાથેજ ધોરણ 6 થી ગુજરાતી અને અંગ્રેજી ફરજીયાત કરવામાં આવશે. આ સાથે સંગીત, ચિત્ર, વ્યાયામ જેવા વિષયો અભ્યાસક્રમમાં સાંકળીને શિક્ષણને રસપ્રદ બનાવવામાં આવશે. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ વધુ સમાચાર માટે જોતા રહો VR live