SemiFinals : ઈતિહાસમાં આવી મેચ પહેલીવાર રમાશે, ઈતિહાસમાં પહેલીવાર ફાઈનલમાં પહોંચવા બંને ટીમો ઉતરશે મેદાને  

0
270
SemiFinals
SemiFinals

SemiFinals :  તમે ક્રિકેટના શોખીન છો તો તમને આવતીકાલે રમાનારી ટી 20 વિશ્વકપની પ્રથમ મેચ અફઘાનિસ્તાન vs સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ ખુબ જ ગમશે, બંને વચ્ચેની મેચ એટલા માટે વધુ રોમાંચક છે કેમ કે સાઉથ આફ્રિકા પાસે ઈતિહાસમાં પહેલી વાર ફાઈનલમાં પહોંચવાનો મોકો છે, કેમ કે સામે ઈતિહાસમાં પહેલીવાર સેમીફાઈનલમાં પહોંચનારી ટીમ અફઘાનિસ્તાન છે.    

SemiFinals

SemiFinals : દક્ષિણ આફ્રિકા હજુ સુધી કોઈ વર્લ્ડ કપ જીતી શક્યું નથી અને આ વખતે દક્ષિણ આફ્રિકા પાસે પણ સારી તક છે. કેમ કે ફાઈનલમાં પહોંચવા માટે તેમણે તેનાથી નબળી ટીમ અફઘાનિસ્તાન મળી છે, જોકે અફઘાનિસ્તાનની આ ટીમ પોતાના અપસેટ માટે પ્રખ્યાત છે, જે પ્રથમ વખત કોઈ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચી છે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

SemiFinals

SemiFinals : ICC T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાનો મુકાબલો અપસેટ માટે પ્રખ્યાત અફઘાનિસ્તાન સામે થશે. અફઘાનિસ્તાને સુપર-8માં પહેલા ઓસ્ટ્રેલિયા અને પછી બાંગ્લાદેશને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ ટીમ પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં પહોંચી છે. હવે આ ટીમ ફાઇનલમાં પહોંચવાનો પ્રયાસ કરશે.

SemiFinals

SemiFinals : દક્ષિણ આફ્રિકા એવી ટીમ છે જે ચોકર્સ તરીકે ઓળખાય છે અને હજુ સુધી વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી નથી. આ ટીમ ઘણી નજીકની મેચો જીતીને સેમિફાઇનલમાં પહોંચી છે. પોતાના પ્રથમ ખિતાબની રેસમાં દક્ષિણ આફ્રિકા મહત્વની મેચમાં અફઘાનિસ્તાનને હળવાશથી લેવાની ભૂલ નહીં કરે. બંને ટીમોના ઈતિહાસને જોતા આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે.  

SemiFinals

SemiFinals : બ્રાયન લારા એકેડમીનો પીચ રિપોર્ટ કેવો છે ?

આ ટી-20 વર્લ્ડ કપમાં એવા બહુ ઓછા મેદાન છે જ્યાં રનનો વરસાદ જોવા મળી રહ્યો છે. બ્રાયન લારા સ્ટેડિયમમાં પણ મોટો સ્કોર નથી બન્યો. વેસ્ટ ઈન્ડિઝે અહીં ન્યૂઝીલેન્ડ સામે 150 રનના લક્ષ્યનો બચાવ કર્યો હતો. આ સિવાય બાકીની ત્રણ મેચ નાની ટીમોની હતી. જો કે ગત વર્ષના અંતે ઈંગ્લેન્ડે આ મેદાન પર 267 રન બનાવ્યા હતા. આમ  છતાં, સેમિ-ફાઇનલ મેચમાં હાઈ સ્કોરિંગની અપેક્ષા નથી.

SemiFinals :   હવામાન કેવું રહેશે?

T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ વરસાદથી સુરક્ષિત માનવામાં આવે છે. જોકે, વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના રહેલી છે. આ રમત સ્થાનિક સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યાથી મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી રમવાની છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મેચ કોઈપણ અવરોધ વિના યોજાશે.  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો