આગામી બે-ત્રણ દિવસમાં સીમા હૈદરની થઇ શકે છે ધરપકડ

0
252
આગામી બે-ત્રણ દિવસમાં સીમા હૈદરની થઇ શકે છે ધરપકડ
આગામી બે-ત્રણ દિવસમાં સીમા હૈદરની થઇ શકે છે ધરપકડ

ઉત્તર પ્રદેશ ATS પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની સતત પૂછપરછ કરી રહી છે. અને અજાણ્યા સ્થળે તેના પ્રેમી અને સીમાની અલગ અલગ જગ્યાએ લાંબી પૂછપરછમાં સીમા એકજ વાતનું રટણ કરતા જોવા મળી રહી છે કે તે તેના ચાર બાળકો સાથે તેના પ્રેમી ને ઘરે આવી ગઈ છે. પરંતુ તથ્ય કઈક જુદુજ છે. કારણકે તપાસ અધિકારીઓને શંકા છેકે સીમાને કડક ટ્રેઈનીંગ આપવામાં આવી છે. અને સતત જુઠું બોલી રહી છે. આથી પોલીસ હવે તપાસ દરમિયાન મનોવિજ્ઞાનીકને સાથે રાખવાનું શરુ કર્યું છે. જેથી સીમાની એક એક ગતિવિધિ અને ચહેરાના હાવભાવ સાથે બારીકાઇથી નિરીક્ષણ કરી શકાય

પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર પાસેથી બે પાસપોર્ટ, એક તૂટેલો મોબાઈલ અને અલગ અલગ જન્મ તારીખ વાળા દસ્તાવેજ મળી આવતા તંત્ર અને તપાસ અધિકારીઓ સતર્ક થઇ ગયા છે. આ ઉપરાંત મોબાઈલમાંથી ડેટા પણ ડીલીટ કર્યો છે. ભારત આવતી વખતે તેને શાહજહ રહી એક સીમકાર્ડ અને એક કાઠમંડુથી સીમકાર્ડ ખરીદ્યું હતું. આ ઉપરાંત સચિનને તે એક અજાણ્યા વ્યક્તિના હોટસ્પોટથી ફોન કરતી હતી. આ તમામ ગતિવિધિઓ જોતા તંત્રને પાકિસ્તાની જાસુસ હોવાની શંકા દ્રઢ બની છે.

પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર પાસેથી બે પાસપોર્ટ, એક તૂટેલો મોબાઈલ અને અલગ અલગ જન્મ તારીખ વાળા દસ્તાવેજ મળ્યા

આપને જણાવી દઈએકે

પાકિસ્તાની નાગરિક અને ભારતમાં ગેરકાયદેસર ઘૂસીને તેમાં પ્રેમીને મળવા પહોંચી છે સીમા હૈદર અને ત્યારથી ભારત અને પાકિસ્તાનની મીડિયામાં ચર્ચા ચકડોળે છે. પરંતુ હવે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈને તપાસ કરી છે. મળતી માહિતી મુજબ કેન્દ્રીય ઈન્ટેલીજન્સ બ્યુરોએ સીમા સુરક્ષા દળ અને આતંકવાદી વિરોધી દળ અને સ્થાનિક તંત્ર પાસેથી રીપોર્ટ માંગ્યો છે
આ પાકિસ્તાની મહિલા નાગરિક જ્યારથી ભારતમાં પ્રવેશી છે ત્યારથી સોશિઅલ મીડિયા અને સમાચાર માધ્યમોમાં કેન્દ્ર સ્થાને છે. આ પાકિસ્તાની મહિલા નેપાળ થઈને ભારતમાં પ્રવેશ કરવામાં સફળ રહી હતી. સીમા હૈદર નામની ચાર સંતાનોની માતા ભારતમાં તેના પ્રેમીના ઘરે ઉત્તર પ્રદેશમાં આવીછે. ઓનલાઈન ગેમ દ્વારા મિત્રતા થયા બાદ 4 જુલાઈએ વિઝા વિના ભારતમાં પ્રવેશી છે. તે વખતે ભારતમાં ગેરકાયદેસર પ્રવેશવા બદલ ધરપકડ પણ કરવામાં આવી હતી.
હવે સુરક્ષા એજન્સીઓ સતર્ક થતાજ સતત તેના પર અને તેના પ્રેમી સચિન પર નજર રાખી રહ્યું છે અને શંકાની સોય સીમા હૈદર પર તાકી છે. અનેક સવાલો કેન્દ્રીય ઈન્ટેલીજન્સ બ્યુરો દ્વારા સ્થાનિક પોલીસ તંત્ર, રાજ્ય એટીએસ તથા નેપાળ સરહદ પર પોલીસ અને સીમા સુરક્ષા દળના અધિકારીઓને પૂછવામાં આવ્યા છે. વિના વિઝાએ ભારતમાં કેરી રીતે અને તે ઉપરાંત અલગ અલગ એજન્સીઓએ કયા પ્રકારની તપાસ કરી છે તે રીપોર્ટ ઉત્તરપ્રદેશ પોલીસ પાસેથી માંગવામાં આવ્યો છે.
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર એજન્સીઓ સીમા હૈદર ને કારણે સતર્ક થઇ ગઈ છે. એસએસબી અને ઉત્તર પ્રદેશ પોલીસ પાસેથી વિગરવાર જાણકારી મેળવાઈ છે. જેથી જાણી શકાય કે આ પાકિસ્તાની મહિલા બોર્ડર પર ગેરકાયદેસર પ્રવેશ કરી રહી હતી ત્યારે કયા પોલીસ કર્મચારીએ વેરીફીકેશન કર્યું હતું. તે પણ ખુલાસો ઉત્તર પ્રદેશ પોલીસ પાસેથી માંગવામાં આવ્યો છે. કારણકે તે તે સમયે તે તેમાં ભારતીય મિત્ર સાથે હોટેલમાં પણ રોકી હતી.
પબ્જી રમતા રમતા ભારતીય સચિન સાથે પ્રેમ થતાજ પાકિસ્તાનથી નેપાળ માર્ગે ઉત્તર પ્રદેશના નોઇડા આવેલી આ યુવતી સીમા હૈદરના કેસમાં અનેક વળાંકો આવી રહ્યા છે. સવાલો થઇ રહ્યા છેકે માત્ર ચાર ચોપડી ભણેલી આ યુવતી ઓનલાઈન ગેમમાં માસ્ટર હતી કેવી રીતે ? નોઈડાના યુવક સચિન સાથેના પ્રેમના બહાને ભારતમાં ઘુસેલી આ પાકિસ્તાની નાગરિક જાસુસ હોવાની શકો દ્રઢ બનતી જય છે. તેથીજ સીમા હૈદરને આઈબીના અધિકારીઓએ પૂછપરછ શરુ કરી છે અને અજાણી જગ્યાએ હાલ રાખવામાં આવી છે.
આ ઉપરાંત તેના પ્રેમી સચિન , સચિનના પિતા અને સીમા હૈદરને અજાણ્યા સ્થળે આઈબી ના અધિકારીઓ અલગ અલગ સ્થળે સતત પૂછપરછ કરી રહ્યા છે. તંત્રને સીમા હૈદર આઇએસાઇ એજન્ટ હોવાની શંકા છે. તેથીજ સીમા હૈદર વિષે ઘણી માહિતી એકથી કરવામાં તંત્ર સફળ રહ્યું છે. મળતા ઈનપુટને આધારે સીમા હીદારનો ભાઈ પાકિસ્તાની સેનામાં સૈનિક છે અને તેના કાકા સુબેદાર છે. તેથી સીમા હૈદરની સામે શંકાની સોય વધુ મજબુત થઇ રહી છે