SECOND PHASE VOTING : બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો ક્યાં કેટલું મતદાન થયું ?

0
87
SECOND PHASE VOTING
SECOND PHASE VOTING

SECOND PHASE VOTING : લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલ (શુક્રવાર)ના રોજ થયું હતું. 6 વાગતાં જ મતદાન પૂર્ણ થઈ ગયું છે અને કેટલાક મતદાન મથકો પર હજુ પણ લાંબી લાઈનો છે. 6 વાગ્યા આવેલા મતદારોને વોટિંગ કરવા દેવામાં આવશે. સરેરાશ 65 ટકા મતદાન થયું છે.

SECOND PHASE VOTING

SECOND PHASE VOTING :  ત્રિપુરામાં સૌથી વધુ 74 ટકા જેટલું મતદાન થયું છે.  બિહાર અને ઉત્તરપ્રદેશમાં સૌથી ઓછું મતદાન થયું છે. બીજા તબક્કામાં 13 રાજ્યોના મતદારો 88 બેઠકો પર ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. બીજા તબક્કામાં જે 88 બેઠકો પર મતદાન થઈ થયું તેમાંથી 2019 લોકસભાની ચૂંટણીમાં  ભાજપ પાસે અડધાથી વધુ એટલે કે 52 બેઠકો છે જ્યારે કોંગ્રેસ પાસે 22 બેઠકો છે.

SECOND PHASE VOTING

SECOND PHASE VOTING :  સાંજે 6 વાગ્યા સુધી મતદાનના આંકડા

  • આસામ- 70.66 ટકા
  • બિહાર- 52.63 ટકા
  • છત્તીસગઢ- 72.13 ટકા
  • જમ્મુ અને કાશ્મીર- 67.22 ટકા
  • કર્ણાટક- 63.90 ટકા
  • કેરળ- 63.97 ટકા
  • મધ્ય પ્રદેશ- 54.42 ટકા
  • મહારાષ્ટ્ર- 53.51 ટકા
  • મણિપુર- 76.06 ટકા
  • રાજસ્થાન- 59.19 ટકા
  • ત્રિપુરા- 76.23 ટકા
  • ઉત્તર પ્રદેશ- 52.64 ટકા
  • પશ્ચિમ બંગાળ- 71.84 ટકા

SECOND PHASE VOTING :  શમીએ વોટિંગ બાદ શું કહ્યું

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીએ લોકસભા ચૂંટણી ના બીજા તબક્કા માટે મતદાન કરવા માટે અમરોહાના એક મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું, હું માત્ર એટલું કહેવા માંગુ છું કે દરેક નાગરિકને પોતાનો મત આપવાનો અને તેમની પસંદગીની સરકારને પસંદ કરવાનો અધિકાર છે. મારા માટે ગર્વની વાત છે કે પીએમ મોદીએ તેમના ભાષણ દરમિયાન મારું નામ લીધું અને મારી રમતની તથા મારી પ્રશંસા કરી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો