ભારતના 11માં રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડો.APJ અબ્દુલ કલામની આજે જન્મ જયંતી છે . 15 ઓક્ટોબારે સમગ્ર દેશ તેમને ખાસ દિવસે યાદ કરે છે અને પ્રેરણાડાયો વિચારોને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે. ડો. APJ અબ્દુલ કલામનું જીવન દરેક ભારતીય સહિત વિશ્વભરના લોકો માટે એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે .કલામ સાહેબને મિસાઈલ મેન તરીકે ઓળખવામાં આવે છે. ભારતના દક્ષીણ છેવાડે રામેશ્વરમમાં જન્મેલા કલામ સાહેબ બાળપણમાં પાયલટ બનવાની ઈચ્છા ધરાવતા હતા. પરંતુ પારિવારિક કરનોસદાર શક્ય ન બન્યું. અને નિરાશ થઈને ઋષિકેશ ગયા. જ્યાં તેઓ સ્વામી શિવાનંદ ને મળ્યા . સ્વામી શિવાનંદ ના માર્ગદર્શન હેઠળ કલામ સાહેબે વૈજ્ઞાનિક બનવાનો સંકલ્પ કર્યો અને તેમાં આગળ વધવાનો માર્ગ પણ શોધી કાઢ્યો. સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર અને મિસાઈલ પ્રોગ્રામમાં ભારત અગ્રણી દેશોમાં સ્થાન આપાવવા માટે ડો.કલમ સાહેબનું મહત્વનું યોગદાન છે. ડો. કલામ સાહેબના જન્મ દિવસ 15 ઓક્ટોબરને વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ વિદ્યાર્થીઓ અને કરોડો યુવાનો માટે એક જીવંત ઉદાહરણ બની ગયા છે. ચાલો આજે તેમના જન્મ દિવસે તેમણે શું કહ્યું હતું જે જોઈએ .
ડો. અબ્દુલ કલામને તેમના પિતાજી પાસેથી મળ્યો હતો મહાન વિચારોનો વારસો
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કલામ સાહેબના પિતા ભણી શક્ય ન હતા અને નિરક્ષર હતા પરંતુ તેમના પિતાના વિચારો ખુબ ઉત્તમ હતા. તેઓ તેમના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા માંગતા હતા. તેમના પરિવારમાં અબ્દુલ કલામ સહિત ત્રણ મોટા ભાઈઓ અને એક બહેન એમ કુલ પાંચ ભાઈ બહેન હતા. અબ્દુલ કલામનો જન્મ થયો ત્યારે તેમનો પરિવાર અત્યંત ગરીબી સ માંથી પસાર થઇ રહ્યો હતો. ભણતરની ઉમરમાં શાળાએ જવાનું અને સવારે અખબાર વેચવાનું શરુ કર્યું હતું કારણકે પરિવારમાં આર્થિક મદદ થઇ શકે. તેમનો ગણિત અને વિજ્ઞાન વિષયમાં રૂચી સતત વધતી ગઈ અને નવું શીખવાની તેમની ધગશ બાળપણથીજ હતી.
ડો. APJઅબ્દુલ કલામના વિચારો, જીવન આજે પણ દેશ દુનિયા યાદ કરે છે. તેમનો કરેલો સંઘર્ષ ભારતને ચંદ્ર અને સૂર્ય માળામાં ફરતા આપણા યાન યાદ અપાવે છે . મિસાઈલ મેન કલામ સાહેબે શોધેલા મિસાઈલ આજે દુશ્મન દેશોના ર્હદયના ધબકારા વધારી રહ્યા છે. કલામ સાહેબના મહાન વિચારો આપણા દિલોમાં આજે પણ પ્રેરણા આપી રહ્યા છે.
1. સપના એ નથી હોતા જે તમે ઊંઘમાં જુઓ છો, પણ એ સપના હોય છે જે તમને ઊંઘવા નથી દેતા ..
2. ક્યારેય હાર ન માનવી જોઈએ , સમસ્યાને તમને હરાવવાની માંન્જુતી ક્યારેય ન આપો
3 આ દુનિયામાં કોઈને હરાવવા સરળ છે પણ કોઈના દિલ જીતવા મુશ્કેલ છે
4. પહેલી જીત બાદ ક્યારેય આરામ ન કરવો કારણકે જો નીજી વખત હારી ગયા તો લોકો પ્રથમ જીતને તુક્કો કહેશે
5. સુરજની જેમ ચમકવા માટે સુરજની જેમ તપતા શીખવું પડે
6. વિજ્ઞાન માનવજાત માટે સુંદર ગીફ્ટ છે તેને બગાડવી ન જોઈએ
7.સૌથી મોટી વાત એ નથી કે ક્યા ઉભા છો, પરંતુ કઈ દિશામાં તમે જઈ રહ્યા છો તે મહત્વનું છે.
8.દેશને સૌથી સારું મગજ વર્ગખંડની છેલ્લી બેંચ પરથી મળે છે