નવરાત્રિના પવિત્ર દિવસોમાં ચોક્કસ કરો આ 10 કામ, મળશે સફળતા જ સફળતા

1
120
#जय_माँ_अम्बे
#जय_माँ_अम्बे

MaaDurga : નવલી નવરાત્રિની શુભ શરૂઆત રવિવારના દિવસથી થઇ છે, તેથી મા દુર્ગા (MaaDurga) હાથી પર સવાર થઈને પૃથ્વી પર પધાર્યા છે. જેને ખૂબ જ સારો સંયોગ માનવામાં આવે છે. બજારમાં માતાજીના શણગાર અને સજાવટની સાથે સાથે લોકોમાં નવરાત્રિનો ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. ઘટ સ્થાપનના દિવસે માતાનું વાહન બદલાય છે, તેથી દર વર્ષે માતાજી (MaaDurga) નું વાહન અલગ-અલગ હોય છે. આ વખતે માતાનું આગમન હાથી પર થયુ છે,  જે ધર્મ અનુસાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવરાત્રિના પવિત્ર દિવસોમાં કેટલાક નિયમો પાળવામાં આવે છે.

નવરાત્રિમાં કુંવારી કન્યાઓને જમાડવામાં આવે છે જેનું વિશેષ મહત્વ છે. નવરાત્રિમાં ‘શું કરવું અને શું ના કરવું ‘ તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે તો માતાજીની અસીમ કૃપા (असीम कृपा) બની રહે…

Kanya Bhoj
Kanya Bhoj

નવરાત્રિમાં કુવારિકાઓને ભોજનનું વિશેષ મહત્વ :

નવરાત્રિના દિવસોમાં વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ કુંવારી કન્યાઓની પૂજા કરવી જોઈએ.

  • એક કન્યાને ભોજન કરાવી પૂજા કરવાથી સમૃદ્ધિ લાવે છે
  • બે કુવારિકાને જમાડવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે
  • ત્રણ કુવારિકાને જમાડવાથી ધર્મ, સંપત્તિ, રાજશક્તિનો લાભ લાવે છે
  • ચાર કુવારિકાને જમાડીને પૂજા કરવાથી સમૃદ્ધિ લાવે છે
  • પાંચ કુવારિકાને જમાડવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે
  • છની પૂજા કરવાથી યંત્ર મંત્ર તંત્ર પ્રાપ્ત થાય છે
  • સાતની પૂજા કરવાથી રાજાપણું આવે છે
  • આઠની પૂજા કરવાથી રાજાપણું આવે છે.
  • નવ કન્યાઓની પૂજાથી ધન અને વિજય મળે છે.

નવરાત્રિના પવિત્ર દિવસોમાં ભૂલથી પણ ના કરો આ કામ :

નવરાત્રિ દરમિયાન જગત જનની (जगत जननी) મા આદ્યશક્તિની પૂજા કરવાથી વ્યક્તિને દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે. કેટલાક લોકો 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે. આવી સ્થિતિમાં, કેટલાક કાર્યોને નિષેધ માનવામાં આવે છે, જે કરવાથી તમારા પર આપત્તિ આવી શકે છે.

  • આ વ્રત દરમિયાન દાઢી, મૂછ અને વાળ ન કાપવા જોઈએ.
  • નવ દિવસ સુધી નખ કાપવા જોઈએ નહીં.
  • જે લોકો કલશની સ્થાપના કરે છે અથવા અખંડ દીવો પ્રગટાવે છે તેઓએ નવ દિવસ સુધી પોતાનું ઘર ખાલી ન રાખવું જોઈએ.
  • સાત્વિક ખોરાક ઘરે જ બનાવવો જોઈએ એટલે કે લસણ, ડુંગળી અને માંસાહારી ખાવાનું ટાળવું જોઈએ.
  • નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરનારાઓએ પૂજા દરમિયાન બેલ્ટ અથવા ચામડાની વસ્તુઓ ન પહેરવી જોઈએ.
  • કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.
  • ઉપવાસ દરમિયાન અનાજ અને મીઠાનું સેવન ન કરવું જોઈએ.
  • સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન 7 દિવસ સુધી પૂજા ન કરવી જોઈએ.
  • ઘરમાં હિંસા અને ઝઘડો ન હોવો જોઈએ.
  • જો વ્રત કરનાર વ્યક્તિ જમીન પર સૂઈ જાય તો તેને શુભ ફળ મળે છે.
  • લોકો વિશે ખરાબ ન બોલવું જોઈએ, નિંદાથી દૂર રેહવું

તમારું નસીબ ખોલવાની ખાસ રીતો નવરાત્રિ દરમિયાન દેવીની ઉપાસના (शक्ति उपासना)ની સાથે-સાથે કેટલાક એવા ઉપાય છે જે સૌભાગ્ય લાવે છે. નવરાત્રિના દિવસોમાં જરૂરિયાતમંદ લોકોને ભોજન અને પૈસાનું દાન કરવાથી ભૂતકાળના તમામ પાપોની અશુભ અસર ઓછી થાય છે અને પુણ્ય વધે છે. નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરનારને કેળા, કેરી, પપૈયા વગેરેનું દાન કરો. નવરાત્રિ દરમિયાન, વ્યક્તિએ ખાસ કરીને દેવી માતાના મંત્રોનો જાપ કરવો જોઈએ. જો તમે ઈચ્છો તો દુર્ગા શપ્તસતીનો પાઠ પણ કરી શકો છો.

નવરાત્રિ દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન દેવી દુર્ગાના તમામ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દેવી માનો પાઠ કરતી વખતે સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ગૌરી ગણેશની પૂજા અને કલશ સ્થાપિત કર્યા પછી દેવીની પૂજા કરવી જોઈએ. શાંતિનો પાઠ કર્યા પછી સંકલ્પ લઈને દીવાની પૂજા કરવી જોઈએ. આરતી પછી પુષ્પ અર્પણ કરવું જોઈએ અને ક્ષમા માટે પ્રાર્થના કરવી જોઈએ. આ સમયગાળા દરમિયાન બાળકોનું મુંડન કરાવવું શુભ છે. દેશ ધર્મ અને ભક્તિને લગતા સમાચાર વાંચવા – અહી કલિક કરો –

1 COMMENT

Comments are closed.