SBI Slashes Interest Rates:ગ્રાહકો માટે મોટી રાહત: SBIએ લોનના દર 25 બેસિસ પોઈન્ટથી ઘટાડ્યા”

0
136
SBI
SBI

SBI Slashes Interest Rates: નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા(RBI) દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ, ભારતની સૌથી મોટી બેંક, ભારતીય સ્ટેટ બેંક(SBI), એ પોતાના ગ્રાહકો માટે મોટી રાહત આપતા વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. SBIએ વિવિધ લોન દરોમાં 25 બેસિસ પોઈન્ટ્સની કટોતી કરી છે, જેમાં હોમ લોન સહિતના તમામ લોન ટાઈપ્સનો સમાવેશ થાય છે.

SBIએ જણાવ્યું કે આ સુધારા 15 ડિસેમ્બર, 2025થી લાગુ થશે. ખાસ કરીને, બૅન્કનો એક્સટર્નલ બેન્ચમાર્ક લિન્ક્ડ રેટ(EBLR) હવે 7.90% થશે.

SBI Slashes Interest Rates: અન્ય મહત્વપૂર્ણ વ્યાજ દરોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે,

SBI Slashes Interest Rates
  • MCLR: તમામ અવધિ માટે 5 BPS ઘટાડો, 1 વર્ષ માટે 8.70%
  • બેઝ રેટ/BPLR: 10 BPS ઘટાડો, 9.90%
  • ફિક્સ્ડ ડિપોઝિટ (2-3 વર્ષ): 5 BPS ઘટાડો, 6.40%
  • સ્પેશિયલ FD સ્કીમ (અમૃત વૃષ્ટિ, 444 દિવસ): 15 BPS ઘટાડો, 6.45%

આ નવા દરોના કારણે, જો કોઈ EBLR આધારિત ₹30 લાખની લોન 20 વર્ષ માટે લે છે અને હાલ વ્યાજ દર 8% છે, તો તેનું EMI ₹25,093 છે. હવે નવા દર સાથે EMI ઘટીને ₹24,628 થઈ જશે, એટલે લગભગ ₹465ની દર મહિને બચત થશે.

SBI Slashes Interest Rates

SBI Slashes Interest Rates: અન્ય બેંકોમાં પણ ઘટાડો

ઇન્ડિયન ઓવરસીઝ બેંક(IOB) એ પણ 15 ડિસેમ્બરથી વ્યાજ દરમાં ઘટાડો કરવાનું જાહેર કર્યું છે. IOBએ EBLR 8.35%થી 8.10% પર લાવ્યું છે અને MCLRમાં પણ 5 BPSનો ઘટાડો કર્યો છે.

આ પગલાથી ન માત્ર નવા લોન ધારકો, પરંતુ વર્તમાન લોન ધરાવતા ગ્રાહકો પણ મહિને EMIમાં રાહત અનુભવી શકશે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

MGNREGA: મનરેગાનું નવું નામ ‘પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના’, કામના દિવસો વધીને 125 થવાની તૈયારી