Saurashtra Rain :  આગામી ૩ કલાક ભારે વરસાદની આગાહી, ગીર સોમનાથમાં જળ બંબાકાર  

0
193
Saurashtra Rain
Saurashtra Rain

Saurashtra Rain :  રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ અનુસાર  દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Saurashtra Rain

Saurashtra Rain :   ગીર સોમનાથમાં પાણી જ પાણી

 આજના વરસાદની વાત કરવામાં આવે તો મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં ધબધબાટી બોલાવી છે. શનિવારે સતત વરસાદને કારણે સૌરાષ્ટ્ર, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ  સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદને કારણે અનેક ગામોનો શહેર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પૂરના ભય વચ્ચે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજે પણ ગીર સોમનાથના વેરાવળ – પાટણ માં ધોધમાર વરસાદથી જળ પ્રલય સર્જાયો હતો,  અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઇ ગયા છે, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે જેને લઈને વાહનવ્યવહારને મોટી અસર જોવા મળી હતી,  વેરાવળ નજીકના નાવદ્રા – ઈન્દ્રોય રોડ પર કેડસમા પાણી વહેતા થયા હતા,  લોકો રસ્તાઓ ઓળંગવા ટ્રેક્ટરનો સહારો લઇ રહ્યા છે.  

Saurashtra Rain :   વેરાવળ શહેરમાં રસ્તાઓ બન્યા નદી

વેરાવળ અને સુત્રાપાડા પંથકમાં વહેલી સવારથી ફરી મેઘરાજા મહેરબાન થયા છે. વહેલી સવારે બે કલાકમાં વેરાવળ-સોમનાથ અને તાલાળા શહેર પંથકમાં 2.5 ઈંચ વરસાદ વરસી ગયો છે. રાત્રિના વિરામ બાદ સવારથી બંન્ને પંથકમાં ફરી મેઘસવારી શરૂ થઈ છે. ધીમી પણ ધીંગી ધારના વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયા, વેરાવળના અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં લોકો પરેશાન. સતત વરસાદના પગલે નદી નાળાઓમાં ધસમસતા પાણી વહી રહ્યા છે.  વેરાવળના હાર્દ ગણાતા વિસ્તાર જેવા કે સટ્ટાબજાર, સુભાષ રોડ, તપેશ્વર રોડ, ગાંધીરોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા

Saurashtra Rain :   સોસાયટીઓમાં પાણી ઘુસ્યા

સતત ત્રીજા દિવસે ગીર સોમનાથમાં સવારથી મેઘરાજાની તોફાની બેટીંગ ચાલુ છે, વેરાવળ સોમનાથની બંન્ને તરફની નદીઓમાં ઘોડાપુર આવતાં અનેક સોસાયટીઓમાં પાણી ઘુસવા મંડ્યા હતા. , ભારે વરસાદના કારણે વેરાવળના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા, અનેક સોસાયટીઓમાં પાણી ઘુસ્યા હતા,   આરતી એપાર્ટમેન્ટ રોડ, નટવરથી બજરંગ જતો સંપૂર્ણ રસ્તો પાણીમાં ગરકાવ થયો હતો બીજીબાજુ હાઉસિંગ સોસાયટી, સલાટ સોસાયટી વિસ્તારોમાં પણ પાણી ભરાયાં હતા જેથી રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો,  

Saurashtra Rain :   જુનાગઢમાં અનેક ગામો બન્યા સંપર્ક વિહોણા

જુનાગઢ જિલ્લામાં શનિવારના રોજ મેઘરાજાએ વહાલ વરસાવ્યું હતું. જૂનાગઢ શહેરમાં મેઘરાજાની આવનજાવન વચ્ચે સાંજ સુધીમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. શહેરમાં સતત મેઘકૃપાથી જીનજીવન પ્રભાવિત થયું હતું. જુનાગઢ જીલ્લાનું ઓસા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે, 3500 ની વસ્તી ધરાવતું ગામ હાલ બેટમાં ફેરવાઈ ગયું છે,  ઘેડ વિસ્તારમાં આવતા ઓસા ગામમાં પાણી ફરી વળ્યા હતા, જેથી સ્થાનિકોમાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે, સતત ત્રણ દિવસથી વરસતા વરસાદના કારણે ગામલોકો ટ્રેક્ટર દ્વારા મુસાફરી કરવા મજબુર બન્યા છે, સ્થાનિકોની રાવ છે કે ત્રણ દિવસથી ગામ સંપર્ક વિહોણું બન્યું હોવા છતાં હજુ સુધી તંત્ર કે નેતાઓ આ ગામમાં જોવા મળ્યા નથી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો