ઉત્તર ભારતમાં આકરી ગરમીનો કહેર

0
220

ઉત્તર ભારતમાં આકરી ગરમીનો કહેર

ઉત્તર પ્રદેશ અને બિહારમાં જીવલેણ ગરમી

હીટ સ્ટ્રોકથી 100થી વધુ લોકોના મોત

ગરમીના લીધે લોકો પરેશાન થયા છે.ઉત્તર ભારતમાં આકરી ગરમીનો કહેર યથાવત છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં જૂન મહિનાની જીવલેણ ગરમીનો ત્રાસ જોવા મળી રહ્યો છે. યુપીના બલિયામાં વધતા તાપમાન અને હીટ સ્ટ્રોકના કારણે 3 દિવસમાં 54 લોકોના મોત થયા છે, જ્યારે પટનામાં છેલ્લા 24 કલાકમાં ગરમીના કારણે 35 લોકોના મોત થયા છે. આ સિવાય બિહારના અન્ય જિલ્લાઓમાં પણ 9 લોકોના મોત થયા છે.કાળઝાળ ગરમી અને હીટ વેવને કારણે યુપી અને બિહારમાં છેલ્લા ત્રણ દિવસમાં હીટ સ્ટ્રોકના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 100ને વટાવી ગઈ છે. તમને જણાવી દઈએ કે યુપી-બિહાર સહિત સમગ્ર ઉત્તર ભારત આ દિવસોમાં ગરમીની ઝપેટમાં છે. હવામાન વિભાગ (IMD) એ યુપી અને બિહારના કેટલાક જિલ્લાઓમાં ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે બિહારના બાંકા, જમુઈ, જહાનાબાદ, ખાગરિયા, લખીસરાય, નાલંદા, નવાદા, પટના, સમસ્તીપુર, શેખપુરામાં આગામી 24 કલાકમાં તીવ્ર ગરમીની ચેતવણી આપી છે. અરાહમાં હીટસ્ટ્રોકના કારણે અત્યાર સુધીમાં 10 થી 12 લોકોના મોત થયા છે. ઉનાળાની વચ્ચે વધતા તાપમાન અને હીટ સ્ટ્રોકના કારણે હોસ્પિટલોમાં ઉલ્ટી, ઝાડા, બેભાન અને શ્વાસ લેવામાં તકલીફ તેમજ બ્લડપ્રેશર જેવા રોગોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. યુપીને પણ આકરી ગરમી અને ગરમીથી રાહત મળવાની આશા નથી.

હવામાન વિભાગી આગાહી મુજબ આગામી 24 કલાકમાં હિટવેવ યથાવત રહેશે.ત્યારે બિહાર સરકારે એડવાઈઝરી જાહેર કરી છે. અને બપોરે 12 થી 3 લોકોને ઘરથી બહાર ન નીકળવા માટે અપીલ કરી છે   

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ