Satta Bazar vs Exit Poll : સટ્ટાબજાર અને EXIT POLL ના આંકડામાં મોટો તફાવત !! જાણો સટ્ટાબજાર પ્રમાણે કોને મળી રહી છે સત્તા ?  

0
502
Satta Bazar vs Exit Poll
Satta Bazar vs Exit Poll

Satta Bazar vs Exit Poll : લોકસભા ચૂંટણી 2024ના સાત તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. 4 જૂને પરિણામો જાહેર થાય તે પહેલાં, વિવિધ એજન્સીઓએ તેમના એક્ઝિટ પોલ 2024 જાહેર કર્યા છે. મોટાભાગની ચેનલોના એક્ઝિટ પોલમાં NDA ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન કરતાં આગળ દેખાઈ રહ્યું છે. પોલ ઓફ પોલમાં પણ ભાજપની જીત થઈ રહી છે. આ દરમિયાન ફલોદી સટ્ટા અને મુંબઈ બજારની આગાહી પણ બહાર આવી છે. ચાલો જાણીએ કે એક્ઝિટ પોલ અને સટ્ટા માર્કેટ ડેટા વચ્ચે શું તફાવત છે.

Satta Bazar vs Exit Poll
    પાર્ટી ફલોદી સટ્ટાબજાર મુંબઈ સટ્ટાબજાર        EXIT POLL 
    NDA      290-300        310-325     350-365
    INDIA        160 -200         60-64 ( કોંગ્રેસ )     122-161
   OTHER        35 -45             –      02-10  

Satta Bazar vs Exit Poll :  ફલોદી સટ્ટા બજારનો અંતિમ આંકડો શું છે?

Satta Bazar vs Exit Poll

ફલોદી સટ્ટા બજારના આંકડા મુજબ દેશમાં ફરી એકવાર ભાજપની સરકાર બની શકે છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને લગભગ 290-300 બેઠકો મળવાની ધારણા છે. કોંગ્રેસની વાત કરીએ તો આ પાર્ટીને 40-42 સીટો મળી શકે છે. મતલબ કે આ વર્ષે કોંગ્રેસની સીટો 2019ની 52 સીટો કરતા ઓછી હોઈ શકે છે. બાકીની બેઠકો અન્ય પક્ષોને જાય તેવી શક્યતા છે.

Satta Bazar vs Exit Poll :  મુંબઈ સટ્ટાબજાર શું કહે છે ?

Satta Bazar vs Exit Poll

મુંબઈના સટ્ટા બજાર મુજબ ભાજપ માટે 250 બેઠકો પર 12 પૈસા, 275 બેઠકો જીતવા પર 27 પૈસા, 301 બેઠકો પર 1 રૂપિયો, 310 બેઠકો પર 1.65 રૂપિયા અને 325 બેઠકો પર 3.50 રૂપિયાનો ભાવ છે.

કોંગ્રેસ 50 સીટો જીતે તો 33 પૈસા, 60 સીટો પર 1 રૂપિયો, 61 સીટો પર 1.15 રૂપિયા અને 62 સીટો પર 1.40 રૂપિયા થાય છે. ભાજપ સટોડિયાઓની ફેવરિટ પાર્ટી છે. મુંબઈના બુકીઓને વિશ્વાસ છે કે કોંગ્રેસ 60-62થી વધુ બેઠકો જીતી શકશે નહીં.

Satta Bazar vs Exit Poll :  એક્ઝિટ પોલના આંકડા

Satta Bazar vs Exit Poll
EXIT POLL

એક્ઝિટ પોલ અનુસાર દેશમાં NDA સરકારનો દબદબો જોવા મળી રહ્યો છે. ઘણા એક્ઝિટ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે એનડીએને 350થી વધુ સીટો મળી શકે છે. ચાલો જોઈએ કે ડેટા શું કહે છે…

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો