HomeUncategorizedસાણંદઃમોડસર ગામમાં મેળામા ખેલાયો ખુની ખેલ

સાણંદઃમોડસર ગામમાં મેળામા ખેલાયો ખુની ખેલ

પ્રેમપ્રકરણમાં યુવકની હત્યા

અમદાવાદ શહેરના સાણંદના મોડસર ગામે મેળો ચાલી રહ્યો હતો ત્યાં આ મેળામાં ખુની ખેલ ખેલાયો છે. પ્રેમ પ્રકરણમાં  જીગ્નેશ કાંતીભાઇ સોલંકીની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. દિપક મકવાણાના પત્નીને મળવા માટે જીગ્નેશ મેળામાં પહોંચ્યો હતો.બન્નેને સાથે જોઈ દિપક મકવાણા ઉશ્કેરાઈ ગયો હતો. ધારદાર ચપ્પાના ઉપરા છપરી ઘા માર્યા હતાજેના પગલે મેળામાં આવેલા લોકોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી. હાજર લોકોએ મહા મહેનતે ઘાયલ શખ્સને છોડાવ્યો હતો. સારવાર અર્થે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન જીજ્ઞેશનું મોત નીપજ્યું હતું.પોલીસે  આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments