SamvidhaanHatyaDiwas : ભારતીય રાજનીતિમાં સંવિધાન બચાવોનો જવાબ હવે બંધારણ હત્યા દિવસથી  

0
431
SamvidhaanHatyaDiwas
SamvidhaanHatyaDiwas

SamvidhaanHatyaDiwas  ; વર્ષ ૨૦૨૪ ની ચૂંટણીમાં ભારતનું રાજકારણ સંવિધાનની આસપાસ રમ્યું હતું, હાલ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારમાં પોતાનો મોટો મુદ્દો સંવિધાન બચાવવાનો બનાવ્યો હતો, અને મોટા પાયે રાહુલ ગાંધી આ મુદ્દાને નીચે આમ જનતા સુધી પહોંચાડવામાં સફળ પણ રહ્યા હતા, ત્યારે હવે ભાજપ સરકારે સંવિધાન બચાવોના નારાનો કાઉન્ટર હથિયાર તરીકે 25 જુનના રોજ હવે સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે. 

SamvidhaanHatyaDiwas

SamvidhaanHatyaDiwas  :  કેન્દ્ર સરકારે 25 જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. જેમાં કેન્દ્રએ કહ્યું છે કે દેશમાં 25 જૂન 1975ના રોજ ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી, તેથી હવે ભારત સરકારે દર વર્ષે 25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ દિવસ 1975ની કટોકટીની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના અપાર યોગદાનને યાદ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ અંગે ટ્વીટ કર્યું છે.

SamvidhaanHatyaDiwas  : ગૃહમંત્રી અમિત શાહે “X” પર આપી માહિતી  

SamvidhaanHatyaDiwas  :  અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું હતું કે  ’25 જૂન, 1975ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પોતાની સરમુખત્યારશાહી માનસિકતા બતાવતા દેશમાં ઈમરજન્સી લાદીને ભારતીય લોકશાહીની આત્માનું ગળું દબાવી દીધું. લાખો લોકોને કોઈપણ કારણ વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો. ભારત સરકારે દર વર્ષે 25મી જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ દિવસ આપણને 1975ની કટોકટીની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના અપાર યોગદાનની યાદ અપાવે છે.

SamvidhaanHatyaDiwas

તેમણે આગળ લખ્યું, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે લીધેલા આ નિર્ણયનો ઉદ્દેશ્ય એવા લાખો લોકોના સંઘર્ષનું સન્માન કરવાનો છે, જેમણે અસંખ્ય યાતનાઓ અને જુલમનો સામનો કર્યો હોવા છતાં લોકશાહીને પુનર્જીવિત કરવા માટે લડ્યા છે . ‘સંવિધાન હત્યા દિવસ ‘ લોકશાહીનું રક્ષણ કરવા અને દરેક ભારતીયની અંદર વ્યક્તિગત સ્વતંત્રતાની અમર જ્યોતને જીવંત રાખવા માટે કામ કરશે, જેથી ભવિષ્યમાં કોંગ્રેસ જેવી કોઈ સરમુખત્યારશાહી માનસિકતા તેનું પુનરાવર્તન ન કરી શકે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો