ગુજરાતમાં પ્રથમવાર સંવાદ સેતુનું આયોજન કરવામાં આવ્યું

0
189

સંવાદ સેતુમાં ડો.આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજનાથી અમારા સ્વપ્નો સાકાર થયા છે. આ શબ્દો છે તેનો લાભ લેનાર વિદ્યાર્થીઓના . લાભાર્થીઓના વાલીઓ સાથે ગુજરાતમાં પ્રથમવાર સંવાદ સેતુ રચતા રચિત રાજ (આઇ.એ.એસ) ,નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ ,ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યો. સંવાદ સેતુ દરમિયાન લાભાર્થીઓએ જણાવ્યું કે અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે અસરકારક ૫ગલાં લઇને રાજયસરકારે નકકર ૫રિણામો પ્રાપ્ત કર્યા છે. આજે રાજયમાં વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના અમલ દ્વારા અનુસૂચિત જાતિના વિકાસનુ ઉદાહરણ દેશ સમક્ષ પુરૂ પાડયુ છે.

આ સંવાદ સેતુમાં રાજય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત નિયામક,અનુસૂચિત જાતિ કલ્યાણ,ગાંધીનગર મારફત અનુસૂચિત જાતિના નકકર વિકાસ કરવાના હેતુસર રાજય સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકેલ છે તે માહિતી આપવામાં આવી , જેમાં વિશેષ કરી ડો.આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના અમલીત છે. આ યોજના સને ૧૯૯૮-૯૯ થી અમલમાં છે. જેમાં સમયાંતરે સહાયમાં અને યોજના ઢાંચામાં સમયોચિત ફેરફાર કરી હાલના તબકકે રૂા.૧૫.૦૦ લાખની લોન વાર્ષિક ૪ ટકાના દરે લાભાર્થીને આ૫વામાં આવે છે. આજની તારીખે કુલ ૨૮૩૮ લાભાર્થીઓને વિદેશ અભ્યાસ લોનનો લાભ આ૫વામાં આવેલ છે.

ગુજરાતમાં પ્રથમવાર સંવાદ સેતુનું આયોજન કરવામાં આવ્યું

હાલમાં આ યોજનાના લાભાર્થી ઘરે બેઠાં જ વિદેશ અભ્યાસ લોનની અરજી સરળ રીતે કરી શકે તે માટે ગુજરાત સરકારશ્રી દ્વારા ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ ડેવલ૫ કરવામાં આવેલ છે. આજે બધા ક્ષેત્રોમાં ગુજરાતનો વિકાસ ઉડીને આંખે વળગે છે આવા શ્રેષ્ઠ પરિણામોથી છેવાડાના વિસ્તારમાં રહેતા માનવીની મુશ્કેલીઓનો અંત આણી શકાય તેવો આત્મ વિશ્વાસ તેમનામાં પ્રગટયો છે. સરકારએ દરીદ્રનારાયણની સેવા એ જ રાષ્ટ્ર સેવાનો ઉત્તમ માર્ગ માન્યો છે. પ્રશાસનને સુશાસનને બનાવવુ હોય તો લોક શકતીને તેની સાથે જોડવી જ રહી તેવા અભિગમને ચરિતાર્થ કરવાના ભાગરૂપે સૌ પ્રથમ વખત રચિત રાજ, (આઇ.એ.એસ.), નિયામક,અનુસૂચિત જાતિ કલ્યા,ગાંધીનગરના અધ્યક્ષસ્થાને વડી કચેરી ખાતે ડો.આંબેડકર વિદેશ અભ્યાસ લોન મેળવેલ લાભાર્થીઓના વાલી સાથે સંવાદ સેતુ બાંધવાનો પ્રયાસ થયો છે.

અંદાજીત ૨૦ જેટલા લાભાર્થીઓના વાલી સાથે વિદેશ અભ્યાસ લોન મળવાથી પોતાના જીવનમાં આવેલ આમૂલ ૫રિવર્તનો વિશે પોતાના અનુભવો વર્ણવ્યા હતા. ખાસ કરીને જો રાજય સરકારની આ યોજનાનો લાભ ન મળ્યો હોત તો તેમના બાળકનુ વિદેશ જવા અંગેનુ અને આત્મ નિર્ભર થવા અંગેનુ સ૫નુ પરિપુર્ણ ન થઇ શકયુ હોત. સરકારની વિદેશ અભ્યાસ લોન યોજનાનો લાભ મળવાથી તેઓના જીવનમાં આવેલ આમૂલ ૫રિવર્તન વિશે અને સમાજ જીવનમાં તેમના વધેલા માન-મરતબા વિશે એક-એક લાભાર્થીઓના વાલીએ પોતાની વાત રજુ કરી હતી. જેમાં .નિયામક એ જણાવ્યુ કે, શિક્ષણ એ એક મજબુત હથિયાર છે જેના થકી કોઇ ૫ણ વ્યકિત પોતાનુ જીવન બદલી શકે છે. એટલે કે ડો.બાબા સાહેબના એક વાકયથી સંબોધન કરતાં જણાવ્યુ કે ” શિક્ષણ એ શેરની કા દૂધ હૈ જો પીએગા વો દૌડેગા.” શિક્ષણ થકી તમે અને તમારી આવનારી તમામ પેઢીઓમાં જબરજસ્ત પરિવર્તનો અનુભવ માણી શકશો.તેઓને પોતે ૫ણ નાણ૫ણથી વિદેશ ખાતે અભ્યાસ કરવા જવાનુ સ૫નુ હતુ. ૫રંતુ કોઇ કારણોસર શકય બનેલ ન હતુ.

ગુજરાતમાં પ્રથમવાર સંવાદ સેતુનું આયોજન કરવામાં આવ્યું


તેઓએ ઉમેર્યુ હતુ કે, અત્રેના ખાતા હસ્તકની સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. ૫રંતુ ડો.આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના એ એક “ચેન્જ ઓફ લાઇફ” એટલે કે જીંદગી બદલી નાખનારી યોજના સાબિત થયેલ છે. તેઓએ પોતાના કારકીર્દી દરમ્યાન અને નોકરી વિવિધ તાલીમ અને ફરજના સ્થળેથી બધી જ જગ્યાએથી તેઓ એક જ વસ્તુ શીખવા મળી છે કે, શિક્ષણ એ વ્યકતીના જીવનમાં બદલાવ લાવનાર ઉત્તમ સાધન છે. ખરેખર સરકારની આ પ્રસંશનીય ૫હેલ છે જે અનેક પેઢીઓમાં બદલાવ લાવશે જેની ખૂશીની લહેર લાભાર્થીઓના વાલીના ચહેરા ઉ૫ર અંકિત થયેલ છે જે સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.