SAKSHI MALIK : ધ્રુસકે-ધ્રુસકે રડી સાક્ષી મલિક , કુશ્તી છોડી

    2
    153
    SAKSHI MALIK : ધ્રુસકે-ધ્રુસકે રડી સાક્ષી મલિક , કુશ્તી છોડી
    SAKSHI MALIK : ધ્રુસકે-ધ્રુસકે રડી સાક્ષી મલિક , કુશ્તી છોડી

    SAKSHI MALIK : પહેલવાનોના યૌન શૌષણના આરોપી બ્રજભૂષણના સાથી સંજયસિંહ કુસ્તી સંઘના પ્રેસિડન્ટ બની જતાં સ્ટાર રેસલર SAKSHI MALIK સાક્ષી મલિકે કુસ્તી છોડવાનું એલાન કર્યું હતું. સાક્ષી મલિકે બહુ કરુણ રીતે કુશ્તી છોડવાનું એલાન કર્યું હતું. સાક્ષીએ પહેલા ટેબલ પર જૂતા રાખ્યાં અને પછી ધ્રુસકે-ધ્રુસકે રડી પડતાં કુસ્તી છોડવાની જાહેરાત કરી હતી. SAKSHI MALIK સાક્ષી મલિક, વિનેશ ફોગાટ સહિતની બીજી કેટલીક મહિલા પહેલવાનોએ બ્રજભૂષણ પર યૌન શૌષણનો આરોપ લગાવ્યો હતો આથી બ્રજભૂષણે રાજીનામું આપી દેવું પડ્યું હતું અને નવી ચૂંટણીમાં બ્રજભૂષણનો માણસ સંજયસિંહ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવ્યો છે. સાક્ષી મલિકને સંજયસિંહ પણ બ્રજભૂષણ જેવો લાગ્યો છે

    .

    રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI)ની ચૂંટણી પૂર્ણ થયા બાદ સાક્ષી મલિકે કહ્યું કે હું કુસ્તીમાંથી નિવૃત્તિ લઈ રહી છું. તેણે કહ્યું કે બ્રજભૂષણ જેવો જ પ્રેસિડન્ટની ચૂંટણી જીતી ગયો છે. બજરંગ પુનિયાએ કહ્યું કે ખેલ મંત્રીએ ઓન રેકોર્ડ કહ્યું હતું કે બ્રજભૂષણ સાથે જોડાયેલ કોઈ પણ વ્યક્તિ ફેડરેશનમાં નહીં આવે, પરંતુ મને નથી લાગતું કે દીકરીઓને ન્યાય મળશે. આજની ચૂંટણીમાં બ્રજભૂષણના માણસની જીત થઈ છે. પુનિયાએ કહ્યું કે મને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે કે તેઓ ન્યાય કરશે. એવું પણ લાગે છે કે પેઢીઓ ન્યાય માટે લડત ચાલુ રાખશે. સરકારે જે વચન આપ્યું હતું તે પૂરું કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે.

    સાક્ષી મલિકની એક્ઝિટ સાથે ભારતને કુસ્તી જગતમાં એક મોટો ફટકો પડ્યો છે. સાક્ષી મલિકે આજે કુસ્તી છોડવાનું એલાન કર્યું હતું. યૌન શૌષણના આરોપી પૂર્વ અધ્યક્ષ બ્રજભૂષણના સાથી સંજયસિંહ બબલુ કુસ્તી સંઘના પ્રેસિડન્ટ બનતાં સાક્ષી મલિકે કુસ્તી છોડવાનું યોગ્ય સમજ્યું હતું. સાક્ષીનું કહેવું છે કે નવો પ્રેસિડન્ટ પણ બ્રજભૂષણ જેવો છે. પોતાની નિવૃતીનું એલાન કરતાં સાક્ષી મલિક રડી પડી હતી અને બોલ્યાં બાદ રડતાં રડતાં બહાર નીકળી ગઈ હતી.

    SAKSHI

    ભારતીય કુસ્તી મહાસંઘના નવા પ્રેસિડન્ટ સંજય સિંહ ‘બબલુ’ને કુસ્તીનો ખૂબ શોખ છે અને આ સમયે તેઓ વારાણસી રેસલિંગ એસોસિએશનના પ્રમુખ છે. આ ઉપરાંત તે કુસ્તી એસોસિએશનના નેશનલ જોઇન્ટ સેક્રેટરીની જવાબદારી પણ નિભાવી રહ્યો છે. આ દરમિયાન તેઓ ઘણી વખત એસોસિએશનની કાર્યસમિતિમાં પણ સામેલ થયા હતા. આ ઉપરાંત તેઓ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું નેતૃત્વ કરવા માટે વિદેશનો પ્રવાસ પણ કરી ચૂક્યો છે.

    કહેવાય છે કે પૂર્વાંચલની મહિલા પહેલવાનોને આગળ લાવવામાં સંજય સિંહ બબલુની મહત્વની ભૂમિકા રહી છે. સંજય સિંહ મૂળ પૂર્વ ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લાના છે. હાલ તેઓ વારાણસીમાં પોતાના પરિવાર સાથે રહે છે. સંજય સિંહ બબલુ દોઢ દાયકાથી વધુ સમયથી કુસ્તી સંગઠન સાથે સંકળાયેલા છે અને બૃજભૂષણ  શરણ સિંહની ખૂબ નજીક માનવામાં આવે છે. તેઓ 2008થી વારાણસી રેસલિંગ એસોસિએશનના જિલ્લા અધ્યક્ષ છે. સંજય સિંહ બબલુની 2009માં રાજ્ય કુશ્તી સંઘના ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી.

    રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ પર મહિલા કુસ્તીબાજોએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ અંગે ઘણો વિવાદ થયો હતો. ઓલિમ્પિક મેડલિસ્ટ બજરંગ પુનિયા અને સાક્ષી મલિક, વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલિસ્ટ વિનેશ ફોગાટ સહિત ઘણા ટોચના કુસ્તીબાજોએ જંતર-મંતર પર બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ કરી રહેલા ખેલાડીઓ કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરને પણ મળ્યા હતા અને ત્યારબાદ દિલ્હી પોલીસે આ મામલે FIR દાખલ કરી હતી.

    WFI માં ચૂંટણીની પ્રક્રિયા જુલાઈમાં જ શરૂ થઈ ગઈ હતી, પરંતુ મામલો કોર્ટમાં જવાને કારણે તેમાં વિલંબ થયો હતો, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા લાદવામાં આવેલા ચૂંટણી પરના પ્રતિબંધને ફગાવી દીધો હતો, જેણે ચૂંટણીનો માર્ગ મોકળો કર્યો હતો.

    SAKSHI MALIK : જાણો તેમના સાથી બજરંગ પુનિયાએ શું કહ્યું ?

    બજરંગ પુનિયાએ કહ્યું કે અમારી લડાઈ ન તો સરકાર સાથે પહેલા હતી અને ન તો આજે છે. આખા દેશે તેનો પાવર અને તેની પાછળ કાર્યરત તંત્નેર જોયું. 20 છોકરીઓ આવી હતી અને તેણે તેમને તોડી. દરેકે આ લડાઈ લડવી પડશે. અમને નથી લાગતું કે અમે ક્યારેય કુસ્તી કરી શકીશું. અમારા માટે કોઈ જાતિવાદ નથી, પરંતુ તેઓ કહે છે કે અમે જાતિવાદ કરીએ છીએ. અમે રાજનીતિ કરવા નથી આવ્યા પરંતુ અમારી બહેન-દીકરીઓ માટે લડવા આવ્યા છીએ.

    વિનેશ ફોગાટે કહ્યું કે અમે દરેક રીતે પ્રયાસ કર્યો

    જ્યારે વિનેશ ફોગાટે કહ્યું કે અમે દરેક રીતે પ્રયાસ કર્યો અને પછી દિલ્હીની સડકો પર બેસી ગયા. અમે નામ લઈને કહ્યું હતું કે, છોકરીઓને બચાવી લો. અમને ત્રણ-ચાર મહિના રાહ જોવાનું કહેવામાં આવ્યું અને કંઈ થયું નહીં. સંજય સિંહને આજે પ્રમુખ બનાવવામાં આવ્યા. તેમને પ્રમુખ બનાવવાનો અર્થ એ થશે કે રમતગમતની છોકરીઓને ફરીથી શિકાર બનવું પડશે. અમે જે લડાઈ લડી રહ્યા હતા તેમાં તેઓ સફળ થઈ શક્યા નથી. અમને ખબર નથી કે દેશમાં અમને ન્યાય કેવી રીતે મળશે. ફોગાટે કહ્યું, આ ખૂબ જ દુઃખદ છે કે આજે કુસ્તીનું ભવિષ્ય અંધકારમાં છે. અમને ખબર નથી પડતી કે અમારુ દુ:ખ કોની સમક્ષ વ્યક્ત કરવું. અમે તાલીમ લઈ રહ્યા છીએ, છતાં અમે તમને કહેવા આવ્યા છીએ.

    2 COMMENTS

    Comments are closed.