સચિન પાઈલોટ કોંગ્રેસનો સાથ જલ્દી છોડે તેવી શક્યતા

0
66

૧૧ જૂનના રોજ પાઈલોટ પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી શકે : સૂત્ર

રાજસ્થાનમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાવાની છે, પરંતુ તે પહેલા ત્યાંના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે આતંરિક વિખવાદ છે. બન્ને દિગ્ગજ નેતાઓ વચ્ચેનો વિવાદ ઉકેલવા કોંગ્રેસના અનેક નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું છે, પરંતુ તે છતાં બન્નેમાંથી કોઇપણ નેતા ટસથી મસ નથી થઇ રહ્યા. તેવામાં સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે, સચિન પાઈલોટ જલ્દી કોંગ્રેસને અલવિદા કહી શકે છે અને નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. સૂત્રો મુજબ, તેઓ ૧૧ જૂનના રોજ નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. આ પાર્ટીનું નામ પ્રોગ્રેસિવ કોંગ્રેસ હોઈ શકે છે. હાલમાં પાયલોટ ઔપચારિક તૈયારીઓમાં વ્યસ્ત છે. પાયલોટ નવી પાર્ટીની જાહેરાત પહેલા રાજ્યસભા સાંસદ વિવેખ ટંખા સાથે સતના જિલ્લાના મૈહર મંદિરમાં મા શારદાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. સૂત્રો મુજબ, તેઓ જયપુરમાં રેલી યોજીને આ અંગેની જાહેરાત કરે તેવી શક્યતા છે.