દુર્ઘટના કે કાવતરું? સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઊતરી કે ઉતારવામાં આવી? IB ની સઘન તપાસ

0
174
Sabarmati Express Accident: દુર્ઘટના કે કાવતરું? સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઊતરી કે ઉતારવામાં આવી? IB ની સઘન તપાસ
Sabarmati Express Accident: દુર્ઘટના કે કાવતરું? સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઊતરી કે ઉતારવામાં આવી? IB ની સઘન તપાસ

Sabarmati Express Accident: શનિવારે રાત્રે ઉત્તર પ્રદેશના વારાણસીથી અમદાવાદ જવા નીકળેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેન પાટા પર પૂર ઝડપે દોડી રહી હતી. ટ્રેનમાં બધા મુસાફરો મીઠી નીંદર માણી રહ્યા હતા. ત્યારે આ ટ્રેન કાનપુરના ગોવિંદપુરી સ્ટેશન પાસે પહોંચી ત્યારે જોરદાર અવાજ આવ્યો અને લોકો જાગી ગયા. ટ્રેનમાં મુસાફરી કરતા લોકોમાં હોબાળો મચી ગયો હતો.

પછી ધડાકા અવાજ સાથે ટ્રેન થોડે દૂર જઈને ઊભી રહી. ટ્રેનના પૈડા થંભી જતાં જ લોકો ડરી ગયા અને તરત જ બહાર આવ્યા અને બહારનો નજારો જોતા લોકો ચોંકી ગયા હતા. ગોવિંદપુરી સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસના ઓછામાં ઓછા 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. લોકો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને કોઈ મોટી દુર્ઘટનાનો ડર સતાવવા લાગ્યા હતો. જો કે, સદ્નસીબ વાત આ દુર્ઘટના (Sabarmati Express Accident) માં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.

Sabarmati Express Accident
Sabarmati Express Accident

હજુ બે દિવસ પહેલા જ અમદાવાદથી મુંબઇ જઇ રહેલી ડબલ ટેકર ટ્રેન નંબર (12935)ના ડબ્બા સુરત નજીક છૂટા પડી ગયા. ત્યારે શુક્રવારે (16 ઓગસ્ટ) મોડી રાતે લગભગ 2:30 વાગ્યે ગાડી નંબર 19168 સાબરમતી એક્સપ્રેસના 22 ડબા પાટા પરથી ખડી પડ્યા હતા. જોકે મોટી જાનહાની ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ટ્રેન વારાણસીથી અમદાવાદ આવી રહી હતી. આ ઘટનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) દુર્ઘટનાને લઈને મહત્ત્વની અપડેટ સોશિયલ મીડિયા એક્સ (X) પર આપી હતી.

Sabarmati Express Accident: રેલવે મંત્રીની એક્સ પર પોસ્ટ

વારાણસીથી અમદાવાદ આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કાનપુરના ભીમસેન સ્ટેશન પાસે 22 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. સદનસીબે કોઈ મોટું જાનમાલનું નુકસાન ન થતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. રેલવે તંત્ર પર દુર્ઘટનાને લઈને સવાલો ઉઠ્યા હતા. ત્યારે રેવલે મંત્રી (Railway Minister)એ જ એક્સ પર દુર્ઘટનાની માહિતી આપી હતી. 

અશ્વિની વૈષ્ણવે એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે કાનપુર નજીક ટ્રેક પર રાખવામાં આવેલી વસ્તુ સાથે અથડાયા બાદ સાબરમતી એક્સપ્રેસ (Sabarmati Express Accident)નું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. ઉગ્ર હુમલાના નિશાન જોવા મળ્યા છે. પુરાવા સલામત છે. આઈબી અને ઉત્તર પ્રદેશ પોલીસ પણ આ અંગે કામ કરી રહી છે. આવા સંજોગોમાં આશંકા વધુ પ્રબળ બની છે કે સાબરમતી એક્સપ્રેસનું પાટા પરથી ઉતરવું માત્ર એક અકસ્માત છે કે પછી તેની પાછળ કોઈ ષડયંત્ર છે?

ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ

ડ્રાઈવરના જણાવ્યાનુસાર પ્રથમ દૃષ્ટિએ બોલ્ડર એન્જિન સાથે અથડાયો હતો અને એન્જિનનું કેટલ ગાર્ડ ખરાબ રીતે નુકસાનગ્રસ્ત થયું હતું જેના લીધે આ ઘટના બની હતી.

આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર સંતોષ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે ‘ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રયાગરાજ ડિવિઝનના ડીઆરએમ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે તમામ વ્યવસ્થા કરીને મુસાફરોને બસ દ્વારા કાનપુર મોકલવામાં આવી રહ્યા છે.’

એક્સપ્રેસના 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

ઉત્તર-મધ્ય રેલવે (NCR)ના મુખ્ય જનસંપર્ક અધિકારી શશિકાંત ત્રિપાઠીએ જણાવ્યું કે, આ અકસ્માત આશરે સવારે 2.30 વાગ્યે બન્યો હતો. તેમણે જણાવ્યું છે કે, કાનપુર અને ભીમસેન રેલવે સ્ટેશન વચ્ચે સાબરમતી એક્સપ્રેસના 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

જો કે હાલ આ અકસ્માત (Sabarmati Express Accident) માં કોઈના મોત કે ઈજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા નથી. ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ડ્રાઈવરની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, એક મોટો પથ્થર ટ્રેનના એન્જિન સાથે અથડાયો હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. તેમણે કહ્યું કે, ટ્રેનના એન્જિનના આગળના ભાગમાં જાનવરોને બચાવવા માટે લગાવવામાં આવેલ ‘કેટલ ગાર્ડ’ આ અથડામણને કારણે ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો અને વળી ગયો હતો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો