રશિયા–યુક્રેન યુદ્ધ શાંત થવાનું નામ નથી લઇ રહ્યું, રશિયા–યુક્રેનની સરહદમાં અચાનક અંધારું છવાયું ગયું, રહસ્યમય અવાજો સંભળાવવા લાગ્યા અને આકાશ ચમકવા માંડ્યું, આ નજારો જોઈને લોકો ડરી ગયા હતા. ત્યારે વહેલી સવારે યુક્રેનના એક ડ્રોને કોરેનેવસ્કી જિલ્લાના સ્નાગોસ્ટ ગામમાં વીજળી સબસ્ટેશન પર વિસ્ફોટક ઉપકરણ છોડ્યું, જેના કારણે સાત વસાહતોમાં અંધારપટ છવાય ગયું. એટલે આ રહસ્યમય આવાજ અને વીજળી એ ડ્રોન દ્વારા થયેલો હુમલો હતો. રશિયાનું કુર્સ્ક ક્ષેત્ર જે યૂક્રેનની સરહદે પાસે આવેલું છે, ત્યાં ઘણા ગામોમાં અચાનક વીજળી ગુલ થઇ ગઈ છે. પાવર સબસ્ટેશન પર યુક્રેન દ્વારા ડ્રોન હુમલો કરવામાં આવ્યો જેના કારણે વીજળી ગુલ થઇ હોવાનું સામે આવ્યું છે.
કુર્સ્કના ગવર્નર સ્ટારોવોઈટના જણાવ્યનુસાર, સવારે એક યુક્રેનિયન ડ્રોને કોરેનેવીસ્કીના સ્નાગોસ્ટ ગામમાં એક પાવર સબસ્ટેશન પર વિસ્ફોટક ઉપકરણ છોડીને હુમલો કર્યો છે. હુમલામાં કોઈ પણ સ્થાનિકને ઈજા પહોચી નથી. આ ઉપરાંત પાવર હાઉસ ઠીક કરવાની કામગીરી ઝડપી રીતે કરવામાં આવી રહી છે.
આ દરમિયાન, સેન્ટ પીટર્સબર્ગના પુલકોવો એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં અસ્થાયી વીજ આઉટેજથી એકબીજા સાથે અથડાયા હતા, જ્યારે સ્થાનિક રહેવાસીઓએ જોરથી અવાજ અને એક રહસ્યમય તેજસ્વી ફ્લેશ સાંભળ્યાની જાણ કરી હતી. એક અહેવાલ મુજબ એરપોર્ટના ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ડિપાર્ચર હોલમાં કામચલાઉ પાવર આઉટેજ થયો હતો. નજીકના શુશરી જિલ્લામાં પણ વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. રશિયાની સરકારી ન્યૂઝ એજન્સીના જણાવ્યાનુસાર, ઘણા વિસ્તારોમાં મોટાભાગની તમામ બિલ્ડીંગમાં પાવર કટ છે, , પાણી નથી, લિફ્ટ બંધ છે …બીજી તરફ એરપોર્ટ ઓથોરિટીએ માહિતી આપી હતી કે વીજળી કાપના કારણે વેઇટિંગ હોલમાં વીજળી ગયાના એક મિનિટ બાદ જ પાવર સપ્લાય શરુ થઇ ગયું હતું.
દેશ-વિદેશના વધુ સમાચાર જાણવા – ક્લિક કરો અહી –
સૌથી ખરાબ માનવતાવાદી કટોકટી, રાતોરાત છોડવા પડ્યા દેશ
પાકિસ્તાની શ્રદ્ધાળુ ઓ ભારત આવ્યાં,રૂરકીના કલિયર ઉર્સમાં થશે શામેલ
ખાલિસ્તાની આતંકવાદી પન્નું સામે NIAની લાલ આંખ, સંપતિ કરી જપ્ત
ISI સાથે ખાલિસ્તાની ‘ગુપ્ત બેઠક, શું બની રહી છે પ્લાન ?