Russia Steps In After US Strike on Venezuela:અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો તણાવ હવે વૈશ્વિક સંઘર્ષ તરફ વળતો જોવા મળી રહ્યો છે. અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની કારાકાસ પર હુમલો કરી પ્રમુખ નિકોલસ માદુરો અને તેમના પત્નીની ધરપકડ કર્યા બાદ સમગ્ર વિશ્વમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને લઈને રશિયાએ અમેરિકાની સખત નિંદા કરી છે અને હવે વેનેઝુએલાના સમર્થનમાં સીધું મેદાનમાં ઉતરી આવ્યું છે.
Russia Steps In After US Strike on Venezuela:દરિયામાં રશિયાનું શક્તિપ્રદર્શન

વેનેઝુએલાની આસપાસના દરિયાઈ વિસ્તારમાં રશિયાએ પોતાની ઘાતક સબમરીન અને નૌકાદળના જહાજો તાત્કાલિક તૈનાત કરી દીધા છે. નિષ્ણાતો માને છે કે આ પગલું માત્ર વેનેઝુએલાની સુરક્ષા માટે નહીં પરંતુ અમેરિકા સામે સીધો વ્યૂહાત્મક સંદેશ આપવા માટે લેવામાં આવ્યું છે.
Russia Steps In After US Strike on Venezuela:ઓઈલ ટેન્કર બચાવવા રશિયાનું મોટું પગલું
વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ, ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ફસાયેલા એક રશિયન સંકળાયેલા ઓઈલ ટેન્કરને અમેરિકાના કબજામાંથી બચાવવા માટે આ સૈન્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ટેન્કર હાલ ‘મરીનરા’ નામે ઓળખાય છે, જે અગાઉ ‘બેલા-1’ તરીકે જાણીતું હતું.
અમેરિકન કોસ્ટ ગાર્ડ લાંબા સમયથી આ જહાજ પર નજર રાખી રહ્યો હતો. અમેરિકાને શંકા છે કે આ ટેન્કર મારફતે રશિયા ગેરકાયદેસર રીતે ઓઈલની હેરાફેરી કરી રહ્યું હતું.
Russia Steps In After US Strike on Venezuela:અમેરિકી જપ્તીથી બચવા ‘માસ્ટરસ્ટ્રોક’
ડિસેમ્બર 2025માં જ્યારે અમેરિકન અધિકારીઓએ મધદરિયામાં આ જહાજ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે જહાજના ક્રૂ મેમ્બરોએ જીવ બચાવવા માટે આશ્ચર્યજનક પગલાં લીધા હતા. ખુલ્લા સમુદ્રમાં જ જહાજ પર રશિયાનો મોટો ધ્વજ દોરી નાખવામાં આવ્યો અને રાતોરાત જહાજનું નામ બદલીને ‘મરીનરા’ કરી દેવામાં આવ્યું હતું.
રાતોરાત રજિસ્ટ્રેશન, કાયદાકીય ગૂંચવણ
આટલું જ નહીં, કોઈ પૂર્વ તપાસ કે સામાન્ય ઔપચારિકતા વગર રશિયાએ તાત્કાલિક આ જહાજનું રજિસ્ટ્રેશન પોતાના દેશમાં કરી લીધું હતું. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અનુસાર, આ પગલું અત્યંત અસાધારણ છે અને તેનો હેતુ અમેરિકા દ્વારા કરવામાં આવતી જપ્તીની કાર્યવાહી કાયદાકીય રીતે અટકાવવાનો હતો.
વૈશ્વિક તણાવ વધુ ઘેરો થવાની શક્યતા
વેનેઝુએલામાં અમેરિકી કાર્યવાહી અને તેના જવાબમાં રશિયાની સબમરીન તૈનાતીથી વૈશ્વિક રાજનીતિમાં તણાવ વધુ ઘેરો બનતો જાય છે. અમેરિકા અને રશિયા આમને સામને આવતા વિશ્વભરમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. વિશ્લેષકો માને છે કે જો આ સંઘર્ષ આગળ વધ્યો તો તેની અસર સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર અને સુરક્ષા વ્યવસ્થાએ પડી શકે છે.




