રશિયાએ બેલારુસને પરમાણુ હથિયારો મોકલ્યા

0
71
Russia St. Nuclear Weapons Belarus
Russia St. Nuclear Weapons Belarus

યુક્રેન યુદ્ધ બનશે વધુ ખતરનાક

 રશિયાએ બેલારુસને પરમાણુ હથિયારો મોકલ્યા

 પરમાણુ હથિયારો મોકલ્યા હોવાની પુતિને કરી પુષ્ટિ

ઉનાળાના અંત સુધીમાં બાકીના પરમાણુ હથિયારો મોકલવામાં આવશે

રશિયા-યુક્રેન યુદ્ધ અંગે મહત્વના સમાચાર સામે આવ્યાં છે.રશિયા-યુક્રેન યુદ્ધમાં નવો વળાંક આવ્યો છે. રશિયાએ બેલારુસને પરમાણુ હથિયારો મોકલ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બેલારુસમાં પરમાણુ હથિયારો તૈનાત કર્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સેન્ટ પીટર્સબર્ગમાં ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમમાં પરમાણુ હથિયારોની તૈનાતી અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે રશિયાના પ્રદેશ પર ખતરાની શક્યતા હશે ત્યારે તેઓ તેનો ઉપયોગ કરશે.રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે આ પશ્ચિમી દેશો માટે સંદેશ સમાન છે કે તેઓ અમને રાજકીય સ્તરે હરાવી શકતા નથી. તેમણે કહ્યું કે અમે અમારા સહયોગી બેલારુસિયન રાષ્ટ્રપતિ લુકાશેન્કો સાથે પહેલાથી જ વાટાઘાટો કરી રહ્યા હતા કે અમે પરમાણુ હથિયારોનો એક ભાગ બેલારુસના પ્રદેશમાં મોકલીશું અને અમે તેમ કર્યું.

વર્ષના અંત સુધીમાં અમે આખો ભાગ તૈનાત કરીશું

વ્લાદિમીર પુતિને કહ્યું કે અગાઉ અમે પરમાણુ હથિયારનો માત્ર પહેલો ભાગ બેલારુસને મોકલ્યો છે, પરંતુ વર્ષના અંત સુધીમાં અમે આખો ભાગ બેલારુસમાં સ્થાપિત કરીશું. સોવિયત યુનિયનના અંત પછી યુદ્ધના મેદાનમાં ઉપયોગમાં લેવાતા ટૂંકા અંતરના પરમાણુ શસ્ત્રોની આ રશિયાની પ્રથમ જમાવટ છે. તેમના પરમાણુ શસ્ત્રોની જમાવટનો હેતુ પશ્ચિમી દેશોને ચેતવણી આપવાનો છે.

જાપાન પર ફેંકાયેલા બોમ્બ કરતાં ત્રણ ગણા વધુ શક્તિશાળી બોમ્બ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને માર્ચ મહિનામાં જ બેલારુસમાં વ્યૂહાત્મક પરમાણુ હથિયારો તૈનાત કરવાની જાહેરાત કરી હતી. આ માટે, બેલારુસના રાષ્ટ્રપતિ લુકાશેન્કો સંમત થયા હતા. પુતિનના કટ્ટર સાથી લુકાશેન્કોએ મંગળવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે તેમના દેશે રશિયન વ્યૂહાત્મક પરમાણુ હથિયારોની ડિલિવરી લેવાનું શરૂ કર્યું છે, જે 1945 માં યુએસએ જાપાન પર છોડેલા પરમાણુ બોમ્બ કરતાં ત્રણ ગણા વધુ શક્તિશાળી છે.

વરસાદ અંગાના સમાચાર વાંચો અહીં