તમારા પૂર્વજોના પાપના કારણે તમારું આયુષ્ય ઘટી ગયું છે : રશિયન વૈજ્ઞાનિકનો દાવો  

0
303
RUSSIA NEWS
RUSSIA NEWS

RUSSIA NEWS : તમે સાંભળ્યું હશે કે પહેલા લોકો ઘણું લાંબુ જીવતા હતા.કળીયુગમાં મનુષ્યનું આયુષ્ય ટૂંકું થઇ ગયું છે, જોકે આ વાતનું કોઈ સત્ય સાબિત થયું નથી, પરંતુ રશિયાના એક વૈજ્ઞાનીકે આયુષ્યને લઈને આપેલા વિવાદિત નિવેદનના કારણે નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે, શું છે સમગ્ર મામલો ,,, વાંચો અમારો આ અહેવાલ…     

RUSSIA NEWS  :રશિયાના વિજ્ઞાન અને ઉચ્ચ શિક્ષણ મંત્રાલયે એક પ્રતિષ્ઠિત જિનેટિક્સ સંસ્થાના વડાને નોકરીમાંથી બરતરફ કર્યા છે. તેની પાછળનું કારણ વૈજ્ઞાનિકનું વિચિત્ર નિવેદન કહેવાય છે. હકીકતમાં, વૈજ્ઞાનિકે દલીલ કરી હતી કે પહેલાના સમયમાં લોકો 900 વર્ષ સુધી જીવતા હતા, હવે લોકો વહેલા મૃત્યુ પામે છે કારણ કે તેમના પૂર્વજોએ ઘણા પાપ કર્યા હતા.

RUSSIA NEWS

સમાચાર એજન્સી RIA-Novosti અનુસાર, આ જ નિવેદન બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. જો કે, અહેવાલમાં એલેક્ઝાન્ડર કુદ્ર્યાવત્સેવની બરતરફી માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. પરંતુ કુદ્ર્યાવત્સેવને બરતરફ કરવામાં આવ્યા બાદ રશિયન ચર્ચ રોષે ભરાયું છે. રશિયામાં પ્રભાવશાળી રશિયન ઓર્થોડોક્સ ચર્ચે આ નિર્ણયને ધાર્મિક ભેદભાવ ગણાવ્યો છે.  

RUSSIA NEWS  : ગયા વર્ષે આપ્યું હતું આ નિવેદન


રશિયન એકેડેમી ઑફ સાયન્સમાં વાવિલોવ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જનરલ જેનેટિક્સના વડા કુદ્ર્યાવત્સેવે 2023માં એક કોન્ફરન્સમાં પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમાં તેમણે કહ્યું કે બાઈબલના યુગ પહેલા લોકો લગભગ 900 વર્ષ જીવતા હતા, પરંતુ ‘પૂર્વજોના અને અંગત’ પાપોને કારણે લોકોને આનુવંશિક રોગો થવા લાગ્યા જેના કારણે માનવીનું આયુષ્ય ઓછું થઈ ગયું.

RUSSIA NEWS

RUSSIA NEWS  : રશિયન ન્યૂઝ વેબસાઈટ મેડુઝા અનુસાર, 60 વર્ષીય વૈજ્ઞાનિકે એવો પણ દાવો કર્યો હતો કે “સાતમી પેઢી સુધીના બાળકો તેમના પિતાના પાપો માટે જવાબદાર છે જો કે, જ્યારે હોબાળો થયો ત્યારે તેણે કહ્યું કે આ તેમનો અંગત મત છે. આ કોઈ પણ રીતે રશિયન એકેડેમી ઑફ સાયન્સની સ્થિતિ નથી, કે ચર્ચની સ્થિતિ નથી. આ બધું જિનેટિક્સ સંસ્થાના કાર્યને કોઈપણ રીતે અસર કરતું નથી.

RUSSIA NEWS

મનુષ્યની સરેરાશ ઉંમર


ઉલ્લેખનીય છે કે, માનવીનું આયુષ્ય (સરેરાશ) 70-85 વર્ષ છે. જો કે અત્યાર સુધીની સૌથી વધુ ઉંમર 122 વર્ષની છે. ફ્રાન્સના રહેવાસી જીએન કેલમેન્ટ (1875-1997) 122 વર્ષ અને 164 દિવસ જીવ્યા હતા.

માણસ 150 વર્ષ જીવી શકે છે


જો કે, કેટલાક સંશોધનો અનુસાર, માણસ 141 વર્ષ સુધી જીવી શકે છે. તે જ સમયે, કેટલાક સંશોધનો અનુસાર, માણસ 150 વર્ષ સુધી જીવી શકે છે. જોકે, આ માટે ઘણી બધી બાબતો યોગ્ય હોવી જરૂરી છે. સંશોધકોનો અંદાજ છે કે સદીના અંત સુધીમાં વ્યક્તિ 122 વર્ષથી વધુ જીવી શકે ે.

તમે આ પણ વાંચી શકો છો

Valentine’s day 2024: વેલેન્ટાઈન ડેના ખાસ અવસર પર તમારી રાશિ પ્રમાણે પસંદ કરો કપડાં, સંબંધ થશે મજબૂત