RUPALA vs KSHATRIY : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ જગ્યાએ સંમેલનો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણીને લઇને ધમસાણ શરૂ થઈ ગયું છે, કારણ કે આજથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું શરૂ થઈ ગયું છે. એમાં ભાજપ અને કોંગ્રેસના 3-3 ઉમેદવારોનાં નામે 12 ફોર્મ ઉપાડવામાં આવ્યાં છે. ત્યારે ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનોએ પુરુષોત્તમ રૂપાલના વિરોધમાં આજે 100 ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું એલાન કર્યું હતું.
RUPALA vs KSHATRIY : ક્ષત્રિય મહિલાઓનું 100 ફોર્મ ઉપાડવા એલાન
RUPALA vs KSHATRIY : ક્ષત્રિય સમાજ અંગે પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ રાજકોટ બેઠક પર રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ગુજરાતભરના ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે રાજકોટ લોકસભા બેઠક પર આજથી જ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે ચૂંટણી ફોર્મ ઉપાડવાના પ્રથમ દિવસે જ એકસાથે ભારે રોષ ફાટી નીકળ્યો છે. 14 એપ્રિલે રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળવાનું છે. ત્યારે આજે બપોરે કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજની બહેનો આવી પહોંચ્યી હતી. આ તકે કોંગ્રેસના મહિલા અગ્રણીઓ અને ક્ષત્રિય સમાજનાં મહિલા આગેવાન નયનાબા જાડેજાએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં 100 ફોર્મ ઉપાડવામાં આવશે.
RUPALA vs KSHATRIY :ભાજપ-કોંગ્રેસે 12-12 ફોર્મ ઉપાડ્યાં
RUPALA vs KSHATRIY :ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભા બેઠક પર 16 એપ્રિલે પુરુષોત્તમ રૂપાલા ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવવાના છે. ત્યારે આજે પ્રથમ દિવસે પુરુષોત્તમ રૂપાલા, તેમના ડમી ઉમેદવાર મોહન કુંડારિયા અને કિરીટ પાઠકના નામે 4-4 એમ 12 ફોર્મ ભરાયાં છે. તો કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી, ડો. હેમાંગ વસાવડા અને હિતેશ વોરાના નામે 4-4 એટલે કુલ 12 ફોર્મ ઉપાડવામાં આવ્યાં છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો