RUPALA vs DHANANI : લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે રાજ્યમાં આ વખતે રાજકોટ બેઠક ખૂબ જ ચર્ચામાં છે. કારણ કે ભાજપે અહીં કેન્દ્રિયમંત્રી પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે અને રાજપૂત સમાજ પરની ટિપ્પણીને લઇને રૂપાલાનો વિરોધ થઇ રહ્યો છે. જ્યારે કોંગ્રેસે આ બેઠક પર હજી કોઇ ઉમેદવારની જાહેરાત નથી કરી. જોકે, કોંગ્રેસ અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને ટિકિટ આપી શકે એવી ચર્ચાઓ થઇ રહી છે. અગાઉ પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાની ના પાડી હતી. જેને લઇને આજે રાજકોટથી કોંગ્રેસના કાર્યકર્તાઓ પરેશ ધાનાણીને મનાવવા અમરેલી પહોંચ્યા હતા. જ્યાં પરેશ ધાનાણીએ પાર્ટી ટિકિટ આપે તો લડવાની તૈયારી બતાવી છે.
RUPALA vs DHANANI : રાજકોટ બેઠક પર ભાજપનું કોકડું ગૂંચવાયેલું છે, ક્ષત્રિય સમાજ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો પૂરજોશમાં વિરોધ કરી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માંગ છે કે, ભાજપે રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાની ટિકીટને રદ્દ કરી દેવી જોઇએ, નહીં તો ચૂંટણી સમયે હજુ વધુ ઉગ્ર આંદોલન અને આક્રોશ જોવા મળશે. રૂપાલા વિવાદનો લાભ લેવા માટે હવે કોંગ્રેસે પોતાની રણનીતિ બદલી છે , કોંગ્રેસ હવે રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ અને સીનિયર નેતા પરેશ ધાનાણીને ચૂંટણી લડાવી શકે છે. આ માટે હાલમાં પાર્ટીએ પ્રયાસો તેજ કરી દીધા છે.
RUPALA vs DHANANI : પૂર્વ MLA લલિત કગથરા સહિત કાર્યકરો અમરેલી ગયા
લોકસભા ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે. ભાજપે આ વખતે રાજકોટ સીટ પરથી મોહન કુંડારિયાની ટિકિટ કાપી કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલાને ઉતાર્યા છે. પરંતુ કોંગ્રેસે હજુ સુધી તેમની સામેનો ઉમેદવાર જાહેર કર્યો નથી. જોકે હાલ રાજકોટ સીટ પરથી વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા એવા પરેશ ધાનાણીનું નામ ચાલી રહ્યું છે. જોકે, પરેશ ધાનાણીએ અગાઉ ચૂંટણી લડવાની ના પાડી હતી. જેને લઇને આજે રાજકોટ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો અમરેલી પહોંચ્યા હતા. જેમાં પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા પણ હાજર હતા.
RUPALA vs DHANANI : ધાનાણી ભાઇએ લડવાનું છે એ નક્કી છે : લલિત કગથરા
લલિત કગથરાએ જણાવ્યું હતું કે, અમે બધા કાર્યકર્તાઓ અમરેલી આવ્યા છીએ. અમે ધાનાણી ભાઇને કહીએ છીએ કે રૂપાલા ભાઇનું જે વાતાવરણ બન્યું છે. એટલે તમારે લડવાનું છે. રાજકોટ બેઠક પર રૂપાલા ચૂંટણી લડે તો જ ધાનાણી ભાઇએ લડવાનું છે. સંજોગો વસાત રૂપાલાનું ચૂંટણી લડવાનું કેન્સલ થાય તો અમે પરેશને સામેથી કહી દઇએ કે પરેશભાઇ તમારે નથી લડવાનું અને પરેશભાઇએ પણ અમારી લાગણીનું માન રખ્યું છે.
RUPALA vs DHANANI : સ્ત્રીનું સન્માન કરે રૂપાલા : પરેશ ધાનાણી
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, મેં ક્યારેય પીઠ નથી દેખાડી, નેતૃત્વને જ્યારે જરૂર પડી ત્યારે પરેશ ધાનાણીએ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી છે. જો રૂપાલા સાહેબ સ્વેચ્છાએ બેસી જાય, સ્ત્રી હઠનું સન્માન કરે, દેશની દીકરીઓનું સન્માન કરે તો આ સમસ્યાનું સમાધાન થઇ જાય. જો જલ્દી આનું સમાધાન નહીં થાય તો તમે મુંઝાતા નહીં, આ કાર્યકર્તા છે, જે તમારી લાગણીને માન આપીને રાજકોટના રણમેદાનમાં સેનાપતિ બનીને લડશે. મારૂ નેતૃત્વ મને આદેશ આપે ત્યારે પરેશ ધાનાણી તૈયાર છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો