RAJ SHEKHAWAT :  રૂપાલાના વિરોધમાં કરણીસેના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત, પોલીસ સાથેના ઘર્ષણમાં ઉતરી પાઘડી   

0
50
RAJ SHEKHAWAT
RAJ SHEKHAWAT

RAJ SHEKHAWAT : એક બાજુ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રોજકોટની લોકસભાની બેઠક પરના ઉમેદવારને લઇને થયેલો વિવાદ હજુ શમ્યો નથી. રૂપાલાના નિવેદનને લઇને રાજકારણ ગરમાયું છે. ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદિત નિવેદનના કારણે  ક્ષત્રિય સમાજ સતત રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરી રહ્યો છે. ગાંધીનગરના કમલમ ખાતે રજપૂત સમાજે આજે  ઘેરાવ કર્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં જોડાય  તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી છે.

RAJ SHEKHAWAT

RAJ SHEKHAWAT : લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે બપોરે 2 વાગ્યે કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શન માટે જોડાવવા કહ્યું છે. રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે. તેઓને અહીં જ નજરકેદ કરવામાં આવ્યા હતા. બાદમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત દરમિયાન શેખાવતની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. તેમજ પોલીસવાનમાં બેસાડવા જતા પોલીસકર્મીથી પાઘડી નીકળી જતા તેઓ ગુસ્સે થયા હતા અને બૂમાબૂમ કરી હતી.

RAJ SHEKHAWAT :  અટકાયત પહેલાં એરપોર્ટથી રાજ શેખાવતે એક વીડિયો બનાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, હું જયપુરથી આવ્યો છું, અમદાવાદ એરપોર્ટ પર બેઠો છું. બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. મને આત્મવિલોપન કરવા મજબૂર ન કરો.

RAJ SHEKHAWAT :  અમારે કોઈ રુકાવટ જોઈતી નથી

RAJ SHEKHAWAT


RAJ SHEKHAWAT : રાજ શેખાવતે વધુમાં જણાવ્યું હતું કે, મેં કહ્યું હતું સરકાર અને પ્રશાસનને કે, મને અને મારા ક્ષત્રિયોને કમલમ સુધી પહોંચવામાં તમે રુકાવટ બનશો તો હું આત્મદાહ કરી લઈશ (આત્મવિલોપન). એટલે મને મજબૂર ના કરો. જે આક્રોશ સાથે રજૂઆત અમારે કરવાની છે એ રજૂઆત કરવા માટે અમને કમલમ સુધી જવાનો જે રસ્તો છે એ સાફ કરી આપો. અમારે કોઈ રુકાવટ જોઈતી નથી. તો મિત્રો આપણે જે કહ્યું છે એ કરીશું. આ નિર્ણાયક લડત છે અને આ લડતમાં આપણે સફળતા પણ હાંસલ કરીશું. આપ સૌની ઉપસ્થિતિ જ આપણને સફળતા અપાવશે, તો 2 વાગે કમલમ ખાતે મળીએ. જોઈએ કોણ જીતે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો