RUPALA : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલા આજે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે ભરવાના છે. રૂપાલા યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોચ્યા હતા. જ્યાં રૂપાલાએ જંગી સભાને સંબોધી પણ હતી.
RUPALA : રેલી દરમિયાન તેમના સમર્થનમાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા, પુરુષોત્તમ રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
RUPALA : રાજકોટમાં ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા પરષોત્તમ રુપાલાએ જણાવ્યું હતું કે, હું કંઇપણ વાતની શરૂઆત કરૂ તેના પહેલા જાગનાથ દાદાના મંદિરથી આ ચોક સુધી એક ઇંચની પણ જગ્યા ખાલી ન રહેવા દેનારા આ કાર્યકર્તાઓ, નાગરિકો અને પાર્ટીના આગેવાનોને મારી સલામ છે. આપણા સૌથી વરિષ્ઠ નેતા વજુભાઈને હું વંદન કરું છું.
RUPALA : ક્ષત્રીય સમાજને ભાજપ સાથે જોડાવા કરી વિનંતી
તેમણે સ્ટેજ પર ઉપસ્થિત ક્ષત્રિય સમાજના આગેવાનોનો પણ આભાર માન્યો છે. કહ્યું કે, સમગ્ર ક્ષત્રિય સમાજને નમ્ર વિનંતી કરું છું કે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના વિજયમાં આપ સૌ જોડાવ, તમારા સહયોગની જરૂર છે.
RUPALA : તેમણે જણાવ્યું કે, રાજકોટ લોકસભાના કાર્યકર્તા ભાઈઓ, મતદાર ભાઇઓ તમે જે ઉત્સાહથી અમને વધાવ્યા એ બદલ હું નતમસ્તક છું. જાગનાથથી અહીં સુધી આ ભીડમાં ચાલીને અહીં આવ્યા હોય તેમને સમગ્ર મલકમાં મત આપવા અભિયાન ચલાવો એવી મારી વિંનતી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો