Rudraprayag Accident : ઉત્તરાખંડમાં મોટો અકસ્માત, યાત્રીઓ ભરેલી મીનીબસ અલકનંદામાં ખાબકી, 9 ના મોત, 12 ઘાયલ    

0
262
Rudraprayag Accident
Rudraprayag Accident

Rudraprayag Accident : ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર આવ્યા છે. અહીં એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં પડી ગયો હતો. આ દુર્ઘટનામાં નવ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે 12નો બચાવ થયો હતો. ઘણા લોકોની હાલત નાજુક છે. હજુ કેટલાક લોકોને બચાવવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે.

Rudraprayag Accident

Rudraprayag Accident :  જણાવવામાં આવી રહ્યું છે કે દિલ્હી નોઈડાથી જતી ટેમ્પો ટ્રાવેલરમાં 26 મુસાફરો હતા. ઘાયલોને હેલિકોપ્ટર દ્વારા ઉચ્ચ કેન્દ્રમાં લઈ જવામાં આવી રહ્યા છે. ગુપ્તકાશીથી હેલિકોપ્ટર રૂદ્રપ્રયાગ પહોંચ્યું હતું . ચાર ઘાયલોને હેલિકોપ્ટર દ્વારા એઈમ્સમાં લઈ જવામાં આવ્યા છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, રુદ્રપ્રયાગ શહેરથી પાંચ કિલોમીટર આગળ બદ્રીનાથ હાઈવે પર રૈતોલી પાસે એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં પડી ગઈ હતી.

Rudraprayag Accident

પોલીસ પ્રશાસન, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ડીડીઆરએફ અને અન્ય ટીમ ઘટનાસ્થળે બચાવ કાર્ય કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં રેલવે લાઇન પર કામ કરતા ત્રણ લોકોએ પોતાને બચાવવા માટે છલાંગ લગાવી હતી, જેમાંથી એકનું મોત થયું હતું.

Rudraprayag Accident :  સીએમ ધામીએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો

Rudraprayag Accident :  દુર્ઘટનાના સમાચાર પર શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતના ખૂબ જ દર્દનાક સમાચાર મળ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.ઈશ્વર મૃતકોના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારજનોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. હું બાબા કેદારને ઈજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરું છું.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો