RSS ની કર્ણાટક ચૂંટણીમાં હાર બાદ ભાજપને સલાહ

0
76
RSS
RSS

PM મોદી અને હિન્દુત્વ દરેક જગ્યાએ જીત માટે પૂરતા નથી : RSS

જનાધાર અને પ્રાદેશિક નેતૃત્વ વગર જીતવું અઘરું : RSS

જનતાના મનને પણ ભાજપે સમજવું પડશે : RSS

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘે ભારતીય જનતા પાર્ટીને આત્‍મચિંતન કરવાની સલાહ આપી છે. સંઘે કહ્યું છે કે, “દરેક જગ્‍યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ અને હિન્‍દુત્‍વના વિચારો ચૂંટણી જીતવા માટે પૂરતા નથી. વિચારધારા અને કેન્‍દ્રીય નેતૃત્‍વ હંમેશા ભાજપ માટે સકારાત્‍મક પાસા હોઈ શકે છે, પરંતુ જનતાના મનને પણ ભાજપે સમજવું પડશે. મજબૂત જન આધાર અને પ્રાદેશિક નેતૃત્‍વ વિના ચૂંટણી જીતવી સરળ નથી. ભાજપે કર્ણાટક ચૂંટણીમાં કેન્‍દ્રના મુદ્દાઓ લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોંગ્રેસે સ્‍થાનિક મુદ્દાઓ છોડ્‍યા નહીં. આ જ કોંગ્રેસની જીતનું કારણ છે.” આપને જણાવી દઈએ કે, 2014 બાદ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી કોઇપણ રાજ્યની ચૂંટણીમાં ભ્રષ્ટાચારના મુદ્દે મૌન રહી હતી. આ પ્રથમ વખત છે જ્યારે સંઘે ભાજપને ચૂંટણીને લઈને સલાહ આપી હોય.

મોદીનો કરિશ્મા, હિંદુત્વ ચૂંટણી જીતવા માટે પૂરતું નથી: RSS મુખપત્ર આયોજક.

બોમાઈ સરકારના 14 થી વધુ મંત્રીઓ, જેમાં વી સોમન્ના, ડૉ. કે. સુધાકર જેવા દિગ્ગજ લોકો કર્ણાટક ચૂંટણી હારી ગયા.

RSS
RSS

ચૂંટણી વર્ષ પહેલા ભાજપને આપેલી સલાહમાં, આયોજકે જણાવ્યું હતું કે કર્ણાટકના પરિણામોને 2024ની સામાન્ય ચૂંટણીઓમાં એક્સ્ટ્રાપોલેટ કરવું એ “હિંમતની દરખાસ્ત” છે, તેમ છતાં જીતે વિરોધ પક્ષોનું મનોબળ વધાર્યું છે.

પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણી મામલો ભાજપ અને કોંગ્રેસ હાઈકોર્ટમાં