રૂ. ૨૦૦૦ની નોટ બદલાવવા ઓળખ પત્ર કે ફોર્મ ભરવાની જરૂર નહીં રહે
રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રૂપિયા ૨૦૦૦ની ચલણી નોટ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. આ અંગે હવે વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBIએ જાહેરાત કરતા જણાવ્યું છે કે, રૂપિયા ૨૦૦૦ની ચલણી નોટ બદલાવવા માટે કોઇપણ ઓળખપત્ર કે ફોર્મ ભરવાની જરૂર નહીં પડે. મહત્વનું છે કે, RBIના આદેશ મુજબ તારીખ ૨૩ મે, ૨૦૨૩થી તારીખ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી બેંકમાં રૂપિયા ૨૦૦૦ની ચલણી નોટ બદલાવી શકાશે. એક સાથે વધુમાં વધુ રૂ. ૨૦૦૦ની ૧૦ ચલણી નોટ બેંકમાં બદલાવી શકાશે.