RRvsSRH : આજે IPL ની સેમીફાઈનલ મેચ, ફાઈનલમાં પહોંચવા રાજસ્થાન અને હૈદરાબાદ ઉતરશે ચેપોકના મેદાનમાં  

0
225
RRvsSRH
RRvsSRH

RRvsSRH : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની ક્વોલિફાયર 2, શુક્રવાર, મે 24 ના રોજ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાશે. આ મેચ જીતનારી ટીમ 26 મેના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે ફાઈનલ રમશે જ્યારે હારનાર ટીમ બહાર થઈ જશે. હૈદરાબાદને ક્વોલિફાયર 1માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ પહેલા જ આઈપીએલ 2024ની ફાઈનલમાં પહોંચી ગઈ છે. દરમિયાન રાજસ્થાન રોયલ્સે એલિમિનેટરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો 6 મેચનો અજેય સિલસિલો તોડી નાખ્યો હતો.

RRvsSRH

RRvsSRH :  બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી ક્વોલિફાયર-1 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને હૈદરાબાદને આઠ વિકેટથી હરાવીને ગર્વથી ફાઇનલમાં પ્રવેશ કર્યો. બીજી તરફ, IPL 2024 ના એલિમિનેટરમાં, રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને ચાર વિકેટથી હરાવ્યું અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. હૈદરાબાદની ટીમ ટેબલમાં બીજા ક્રમે રહી, તેથી ક્વોલિફાયર-1 મેચ હારી જવા છતાં તેની સફર પૂરી થઈ ન હતી.   રાજસ્થાને ફાઇનલમાં પહોંચવામાં પ્રથમ અવરોધ પાર કરી લીધો હતો, પરંતુ ટેબલમાં ત્રીજા સ્થાને રહેવાના કારણે હવે તેણે હૈદરાબાદનો સામનો કરવો પડશે.

RRvsSRH :  હેડ-અભિષેક પર હૈદરાબાદ નિર્ભર

RRvsSRH

હેડ અને અભિષેકે તેમની આક્રમક બેટિંગથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે. આ જોડીને ‘ટ્રેવિશેક’ નામ આપવામાં આવ્યું છે.  આ IPL માં  હેડે 199.62ના સ્ટ્રાઈક રેટથી 533 રન બનાવ્યા છે જ્યારે અભિષેકે 207.04ના સ્ટ્રાઈક રેટથી 470 રન બનાવ્યા છે. તેમના બંને બેટમાંથી અત્યાર સુધીમાં 72 છગ્ગા અને 96 ચોગ્ગા લાગ્યા છે.સનરાઇઝર્સ પાસે હેનરિક ક્લાસેન જેવો વિસ્ફોટક બેટ્સમેન છે. તેણે 180ના સ્ટ્રાઈક રેટથી 413 રન બનાવ્યા છે. તેના બેટમાંથી 34 છગ્ગા આવ્યા છે. ક્લાસેન આવતાની સાથે જ મોટા શોટ રમવા માટે જાણીતો છે. જોકે ચેપોકની વિકેટ ઉપ્પલ, કોટલા અને વાનખેડેના મેદાન કરતાં થોડી અલગ હશે.  

RRvsSRH :  સેમસન પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા  

RRvsSRH

રાજસ્થાનનો ટોચનો બેટિંગ ઓર્ડર તેની લયમાં પાછો ફરતો જણાય છે. યશસ્વી જયસ્વાલે આરસીબી સામે રમાયેલી એલિમિનેટર મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. ઓપનિંગ બેટ્સમેન ટી20 વર્લ્ડ કપ 2024 પહેલા પોતાનું ફોર્મ ચાલુ રાખવા માંગે છે. જોકે, કેપ્ટન સંજુ સેમસનનું ફોર્મ ચિંતાનો વિષય છે.  છેલ્લી ત્રણ મેચમાં તે 20 રનનો આંકડો પણ સ્પર્શી શક્યો નથી.આ મેચમાં તમામની નજર ધ્રુવ જુરેલ પર રહેશે જે તેની છેલ્લી બે મેચમાં ફ્લોપ રહ્યો હતો. તે જ સમયે, રોયલ્સ હેટમાયર અને પોવેલ પાસેથી વિસ્ફોટક પ્રદર્શનની અપેક્ષા રાખશે. આ સિવાય રિયાન પરાગ પોતાની વિસ્ફોટક બેટિંગથી વિરોધીઓને બરબાદ કરતો જોવા મળશે.

RRvsSRH

RRvsSRH :  વરસાદની કોઈ શક્યતા નથી

હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચેની આ મેચ ચેન્નાઈમાં રમાવાની છે અને હવામાન વિભાગે શુક્રવારે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં તમિલનાડુનો પણ સમાવેશ થાય છે. જોકે ચેન્નાઈમાં મેચ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી. વર્તમાન IPL સિઝનમાં ત્રણ મેચ વરસાદને કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ છે, પરંતુ આ મહત્વપૂર્ણ મેચ માટે હવામાન વિભાગની આગાહી ચાહકો માટે રાહતના સમાચાર છે.

RRvsSRH

RRvsSRH :  મેચ ન થાય તો કોને ફાયદો  ?

ક્વોલિફાયર-2 મેચ દરમિયાન વરસાદની શક્યતા ઓછી હોવા છતાં મેચમાં વરસાદ પડે તો પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો શુક્રવારે મેચ ન રમી શકાય તો શનિવારે મેચ રમાશે. જો કે, બંને દિવસે મેચ ન થવાના કિસ્સામાં, હૈદરાબાદની ટીમ સીધી ફાઇનલમાં ક્વોલિફાય થશે કારણ કે સનરાઇઝર્સ ટેબલમાં રાજસ્થાન કરતા એક સ્થાન આગળ હતું.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો